મેડિકલ એક્સપાયરી દવાના બોકસો કોઈ અજાણી વ્યક્તિ નાખી જતાં શંકા કુશંકા સેવાઇ

અમદાવાદના બાવળા વિસ્તારમાં આવેલા કોચરીયાથી કેરાળા જતા કોચરીયા તળાવની પાળ પર ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં મેડિકલ એક્સપાયરી દવાના બોકસો કોઈ અજાણી વ્યક્તિ નાખી જતાં શંકા કુશંકા સેવાઇ રહી છે. ત્યારે બાવળા તાલુકાના ગામે મળી આવેલા એક્સપાયરી ડેટની દવાનો જથ્થો બાયો મેડિકલ વેસ્ટના નિયમોનું છડેચોક ઉલ્લંઘન થયાનું પ્રકાશિત થતાં લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કોચરીયા ગામે મળી આવેલા એક્સપાયર થયેલા બિનવારસી દવાના બોકસોમાંથી અનેકવિધ દવાઓ હતી. જેમાં બાળકો માટેની શિરપો, માઉથવોશની બોટલો, વિવિધ બનાવટની કિમો છે. તમામ એક્સપાયર ડેટ થયેલી દવાઓનો જથ્થો ખુલ્લામાં નાખી દેતાં બાયો મેડિકલ વેસ્ટના નિયમોનો સરેઆમ ભંગ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરીને સાચી હકીકત બહાર લાવે અને ખુલ્લામાં બાયો મેડિકલ એક્સપાયરી દવાનો નાશ કરી નિયમો નો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી એવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.

બાવળા તાલુકાના કોચરીયા ગામે થી ખેતરમાં જવાના રસ્તે આશરે ૩૦૦૦ કિલો જેવી દવાના કાર્ટુનો, થેલા, બોટલો કોઇ ફેંકી ગયા છે. તૂટેલો બોક્સમાંથી બહાર પડેલ દવાઓ તમામ એક્સપાયર થયેલી છે. આમ એક્સપાયરી દવા ખુલ્લામાં નાંખી દેતા બાયો મેડિકલ વેસ્ટના નિયમો જળવાતા ન હોય ખુલ્લામાં કોણ નાંખી ગયું તેની ચર્ચા ઉઠેલ છે. કોચરીયામાં એક્સપાયરી દવાના બોક્સો કોઇ નાંખી જતાં શંકા-કુશંકા વ્યાપી છે. અમદાવાદ જિલ્લાના જીઆઇડીસી ચાંગોદર ન્યુ અમદાવાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ કેમો ફાર્માની બનાવટના બોક્સ અમદાવાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી સી એ શાહ અને સૌરભ દેસાઈ દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાર્યવાહી મોડી રાત્રે હાથ ધરી હતી રીકવર કરેલ દવા કંપનીની હોવાનું લેબલ પર દર્શાવેલ છે.

આ ફેંકી દેવાયેલા બોક્સમાં અનેકવિધ દવાઓ જેમાં બાળકો માટેની શિરપો, માઉથવોશની બોટલો, વિવિધ બનાવટના ક્રિમો છે. જાે કોઇ અજાણ્યા શખસો બાળકો આનો ઉપયોગ કરે અને કંઇ અજુગતુ બને તો જવાબદાર કોણ?? બાવળા પોલીસ, આરોગ્ય તંત્ર, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આની તપાસ કરીને સાચી હકીકત બહાર લાવી ખુલ્લામાં બાયોમેડીકલ એક્સપાયરી દવાનો નાશ કરી નિયમોનો ભંગ કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરાય તેવી આ પંથકની માગ છે. લોકોના આરોગ્ય માટે નુકસાનકારક એક્સપાયરી દવાનો જથ્થો કોણ નાંખી ગયું તે ચર્ચાનો વિષય બન્યો છે તેવા સવાલો ઉઠયા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news