કોરોના વેક્સિન આવ્યા બાદ પણ ૨૦૨૧માં હર્ડ ઇમ્યુનિટીની સંભાવના નથી

વિશ્વ સ્વાસ્થય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક એ ચેતવણી આપી છે કે ભલે દુનિયાભરના દેશમાં પોતાને ત્યાં કોરોનાની રસી લગાવાનું શરૂ કરી દીધું પરંતુ ૨૦૨૧ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવવાનું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગ અને વસતીની વચ્ચેનો રેશિયો એટલો બધો અસંતુલિત છે કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી આવવામાં ઘણો સમય લાગશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાના ચીફ સાયન્ટિસ્ટ ડૉ.સૌમ્યા સ્વામીનાથનએ કહ્યું કે દુનિયાના કેટલાંય દેશોમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું મુશ્કેલ છે. કેટલાંક દેશોમાં લોકો સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમોને માની રહ્યા જ નથી. આથી વેક્સીનેશન પ્રોગ્રામ બાદ પણ આ વર્ષના અંત સુધીમાં હર્ડ ઇમ્યુનિટી આવવી ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.

ડૉ.સૌમ્યા એ કહ્યું કે તાજેતરના સપ્તાહમાં બ્રિટન, યુએસ, ફ્રાન્સ, કેનેડા, જર્મની, ઇઝરાયલ, નેધરલેન્ડસ જેવા કેટલાંય દેશોમાં કોરોના વેક્સીનેશનલ પ્રોગ્રામ શરૂ કરી દીધો છે. અલગ-અલગ વેક્સીનથી લોકોને કોરોનાથી બચાવામાં મદદ તો મળશે. સાથો સાથ જે ખૂબ જ સંવેદનશીલ છે આ બીમારીને લઇ તેમણે આરામ મળશે, તેમ છતાંય ૨૦૨૧ની સાલમાં હર્ડ ઇમ્યુનિટી આવશે નહીં.

ડૉ.સૌમ્યા એ કહ્યું કે દુનિયાના કેટલાંય હિસ્સામાં ભલે હર્ડ ઇમ્યુનિટીની જાહેરાત કરી દેવામાં આવી હોય પરંતુ ૨૦૨૧માં દુનિયાના તમામ લોકો આ બીમારીથી સુરક્ષિત થશે નહીં. હર્ડ ઇમ્યુનિટી માટે આખી દુનિયાના ૭૦ ટકા લોકોને વેક્સીનેશન કરવા પડશે. ત્યારે કયાંક જઇને દુનિયાની આખી વસતી કોરોનાથી સુરક્ષિત થશે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ડાયરેકટર સલાહકાર ડૉ.બ્રૂસ એલવૉર્ડ એ કહ્યું કે સંયુકત રાષ્ટ્ર એ વાતની આશા કરી રહ્યું છે કે આ મહિનાના અંતમાં કે ફેબ્રુઆરીથી દુનિયાના કેટલાંક ગરીબ દેશોમાં વેક્સીનેશન પ્રોગ્રામ શરૂ થઇ જશે. તેના માટે આખી દુનિયાને એકજૂથ થવાનું કહ્યું છે. આપણે કોરોનાથી બચવા માટે એકબીજાને સાથ આપવો જ પડશે. ત્યારે તમામ દેશ સુરક્ષિત રહેશે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news