કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરાઈ
આ શહીદોની શહાદતને યાદ રાખવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર વર્ષે 26 ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે 26 ડિસેમ્બરના રોજ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે બાળકોને ગુરૂ ગોવિંદસિંહજીના જીવન ચરિત્ર તથા તેમના પુત્રોનાં બલિદાન વિશે માહિતી આપી.
આવો, વીર બાલ દિવસ પર આ ત્યાગ અને ધર્મપ્રેમને સ્મરણ કરીએ અને આગામી પેઢીને પણ આ ગૌરવગાથા પહોંચાડીએ, તેમ જણાવી વીર બાલ દિવસ નિમિત્તે મંત્રી બલવંતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતુ કે “ધર્મ અને માનવતાના રક્ષણ માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર શીખ ધર્મના આદર્શ, સાહિબજાદા જોરાવર સિંહજી અને ફતેહ સિંહજી, જેઓ બાળ વયમાં જ સંયમ અને શૌર્યનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ગયા, તેમનાં સાહસ અને શૌર્યને વંદન કરૂં છું.”
આ કાર્યક્રમમાં અનિતાબેન પટેલ – નગરપાલિકા પ્રમુખ, વિક્રમસિંહ ઠાકોર – તાલુકા ભાજપ પ્રમુખ, શંભુભાઈ દેસાઈ, દિલીપજી ઠાકોર, અભુજી ઠાકોર, જગદીશભાઈ પટેલ, જસુભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, કાનજીભાઈ દેસાઈ, ડાયાભાઈ, શૈલેષભાઈ પંચોલી, ભરતભાઈ મોદી, સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.