અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેને ગન કલ્ચરના કાયદા પર લગાવી મહોર
અમેરિકામાં સામૂહિક ફાયરિંગ અને તેનાથી થતાં નિર્દોષોના મોતથી પરેશાન લોકોને રાષ્ટ્રપતિ જો બિડેન મોટી રાહત આપી છે. તેમણે શનિવારે બંદૂક હિંસા બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાયદો અમેરિકામાં વધતા હેન્ડગન કલ્ચરને રોકવા અને સામૂહિક ગોળીબારની ઘટનાઓ પર લગામ લગવાશે.
આ સમાચાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કેમ કે બે દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે ન્યુયોર્કના તે કાયદાને દર કર્યો હતો, જેમાં બંદૂકના ઉપયોગ પર અનેક રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જો બિડેને આ મામલે વ્હાઈટ હાઉસમાં ગોળીબારથી પીડિતોના પરિવારનો અહેવાલ આપતા કહ્યું- તેમણે અમને કંઈક કરવાનો મેસેજ આપ્યો હતો, સારી વાત છે કે આજે અમે તેને કરી દેખાડ્યું છે. જો કે, આ બિલમાં હજું તે બધું નથી જે હું ઇચ્છતો હતો, પરંતુ આ લોકોનો જીવ બચાવવામાં ઘણી મદદ કરશે. તમને જણાવી દઈએ કે ગુરુવારના સેનેટમાંથી પસાર થયા બાદ સદને શુક્રવારે આ બિલને છેલ્લી મંજૂરી આપી અને બિડેને યુરોપમાં બે શિખર સન્મેલનમાં સામેલ થવા માટે અમેરિકામાંથી નિકળતા પહેલા તેના પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાયદો સૌથી નાની ઉંમરના બંદૂક ખરીદારના બેકગ્રાઉન્ડને ચેક કરવાનો અધિકાર આપશે. એવા લોકો જે ઘરેલું હિસામાં સામેલ છે તેમની પાસેથી ફાયરઆર્મ્સ પરત લેવાનો અધિકાર આપશે. આ કાયદો રાજ્યોને લાલ ઝંડા કાયદો બનાવવામાં મદદ કરશે જે અધિકારીઓ માટે ખતરનાક માનવામાં આવતા લોકો પાસેથી બંદૂક પરત લેવાનો અધિકાર આપશે. આ કાયદામાં ૧૩ બિલિયન અમેરિકન ડોલરનું પણ ફંડ રાખવામાં આવ્યું છે. તેનો ઉપયોગ સામૂહિક ફાયરિંગ જેવા મામલાને રોકવા માટે મેન્ટલ હેલ્થ પ્રોગ્રામના આયોજનમાં કરવામાં આવશે. આ પ્રકારના કાર્યક્રમ શરૂઆતમાં ન્યુટાઉન, કનેક્ટિકટ, પાર્કલેન્ડ, ફ્લોરિડા અને અન્ય જગ્યાઓ પર કરવામાં આવશે જ્યાં મોટા પ્રમાણમાં ગોળીબાર થયો અને લોકોના જીવ પણ ગયા. અમેરિકામાં ગોળીબારના કેસમાં છેલ્લા ૬ મહિનામાં ઘણો વધારો થયો છે.
૪ દિવસ પહેલા વોશિંગટન ડીસીમાં થયેલા ફાયરિંગથી પહેલા એક અઠવાડિયામાં કેટલીક જગ્યાઓ પર સામૂહિક ફાયરિંગ થઈ અને તેમાં લગભગ ૮ લોકોએ જીવ ગુમાવ્યો. હાલમાં શિકાગોમાં ૫ જગ્યાએ ગોળીબાર થયો, જેમાં ૫ લોકોના મોત થયા. ગત અઠવાડિયે રવિવારના લોસ એન્જેલિસમાં એક પાર્ટી દરમિયાયન થયેલી ગોળીબારમાં ૩ લોકોના મોત થયા હતા. આ પહેલા મે મહિનામાં ગોળીબારના ઘણા કેસ સામે આવ્યા હતા. એક હોસ્પિટલમાં ફાયરિંગથી ૩ ના મોત થયા. તે પહેલા એક સ્કૂલમાં થયેલા ગાળીબારમાં ૧૯ બાળકો સહિત ૨૧ લોકોના મોત થયા. તે પહેલા પણ આવા ઘણા કેસ સામે આવ્યા છે.