પાટણ પાલિકા દ્વારા એકઠો કરાયેલ કચરાનો નિકાલ કરવાની તાકીદ કરાઈ
પાટણ નગરપાલિકામાંથી ઉત્પન્ન થતા અને ડમ્પીંગ સાઇટ પર એકત્ર રોજે રોજ કચરાને એટલેકે લેગસી વેસ્ટના નિકાલ માટે જુદી જુદી ગ્રાન્ટમાંથી તાંત્રિક મંજૂરી આપવામાં આવી છે. આ તાંત્રિક મંજૂરીની શરતમાં લેગસી વેસ્ટની તાંત્રિક મંજૂરી મળ્યા બાદ જે નગરપાલિકાએ ટેન્ડર બનાવીને ૧૫ દિવસમાં ટેન્ડરના ડોક્યુમેન્ટ (ડ્રાફ્ટ)ની મંજૂરી મેળવીને ઓનલાઇન ટેન્ડર કરવાનું રહેશે. આ શરત અન્વયે તમામ નગરપાલિકાને મંજૂરી માટે દરખાસ્ત કરવામાં આવે છે. જે દરખાસ્ત અન્વયે તા. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ કમિટીમાં ડ્રાફ્ટ ટેન્ડર ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલું છે. જેને ધ્યાનમાં લઇને પાટણ નગરપાલિકાને ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ મુજબ નિયમાનુસાર કામગીરી કરવા જણાવવામાં આવ્યું હતું.
ઉપરાંત નગરપાલિકાએ કામગીરી શરૂ કર્યા બાદ નવો લેગસી વેસ્ટ ડમ્પિંગ સાઇટ ઉપર ઉત્પન્ન થવો ન જોઇએ. એટલે કે, સુકા અને ભીના કચરાનું રોજે રોજ પ્રોસેસિંગ કરવાનું રહેશે એમ પણ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.પાટણ શહેરની નગરપાલિકાને પાટણમાંથી રોજ નીકળતાં ૫૦ ટન ઘન કચરાના નિકાલ તથા જૂના કચરાના ઢગલાના (લેગસી વેસ્ટ) નિકાલની કામગીરી શરૂ કરવા માટે ડ્રાફ્ટ ટેન્ડર ડોક્યુમેન્ટ બનાવવા માટે ગાંધીનગર ઝોનની નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરે સૂચના આપી છે.