હાઈડ્રોજન મિશન હેઠળ ૨૦૪૭ સુધીમાં દેશને ઉર્જા મુક્ત બનાવવામાં આવશે
કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણે આર્થિક સર્વે ૨૦૨૩ બહાર પાડ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર ઊર્જા સંસાધનોને લઈને સતત ગંભીરતાથી કામ કરી રહી છે. એવું કહેવામાં આવ્યું હતું કે દેશે ૨૦૩૦ પહેલા જ બિન-અશ્મિભૂત ઇંધણથી ૪૦ ટકા સ્થાપિત વીજળી ક્ષમતાનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો છે અને હવે તેનું લક્ષ્ય વધારીને ૫૦ ટકા કરી દીધું છે. આનાથી ઉત્સર્જનની ટકાવારીમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ સાથે ૨૦૪૭ સુધીમાં દેશને ઉર્જા સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માટે હાઇડ્રોજન મિશન અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી પણ શરૂ કરવામાં આવી છે.
અગાઉ, બજેટ સત્રની શરૂઆત કરતી વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણનું કામ એકસાથે કરવું અશક્ય લાગે છે, પરંતુ આપણા દેશમાં આ કામ ખૂબ જ સરળતાથી થઈ રહ્યું છે. પર્યાવરણને બચાવવાના દરેક શક્ય પ્રયાસો હવે દેખાઈ રહ્યા છે. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની આબોહવા સંબંધિત ક્રિયાઓમાં નાણાંની અછત એક સમસ્યા છે. અમે અત્યાર સુધી સ્થાનિક સ્ત્રોતોમાંથી અમારી તમામ જરૂરિયાતો મોટાભાગે પૂરી કરી છે. હવે ખાનગી મૂડી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેમજ આ માટે સરકાર દ્વારા સોવરીન ગ્રીન બોન્ડ જેવા કામ પણ કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર પણ ભારતની પહેલ નોંધનીય છે.
દેશ વૈશ્વિક ક્રિયાઓમાં પણ સક્રિયપણે કામ કરી રહ્યો છે. વૈકલ્પિક ઇંધણ તરીકે હાઇડ્રોજન વધુ સારો વિકલ્પ સાબિત થઇ રહ્યો છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે તેને ડીકાર્બોનાઇઝેશનના પૂરક તરીકે જોવામાં આવી રહ્યું છે. જે દેશ માટે ઉર્જા સુરક્ષા અને આર્થિક વિકાસમાં મુખ્ય પરિબળ બની શકે છે. તે ખાતર, રિફાઇનિંગ, મિથેનોલ, દરિયાઇ પરિવહન, આયર્ન અને સ્ટીલ તેમજ લોગ હૉલ ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રોમાં ડીકાર્બોનાઇઝેશન હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશને ઉર્જાથી સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવા માટે ડીકાર્બોનાઇઝેશનની દિશામાં સતત કામ કરવામાં આવી રહ્યું છે.
૪ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ૧૯૭૪૪ કરોડ રૂપિયાના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપવામાં આવી છે. આ મિશન હેઠળ, ૨૦૩૦ સુધીમાં, ગ્રીન હાઇડ્રોજનની માંગ, ઉત્પાદન, ઉપયોગ અને નિકાસને સરળ બનાવવામાં આવશે અને ૮ લાખ કરોડથી વધુનું રોકાણ પણ લાવવામાં આવશે.
૨૦૧૯ માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર ક્લાયમેટ એક્શન સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સીડીઆરઆઈની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં રાષ્ટ્રીય સરકારો, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ, વિકાસ બેંકો અને નાણાંકીય તંત્રો, ખાનગી ક્ષેત્ર અને શૈક્ષણિક સંસ્થાઓની વૈશ્વિક ભાગીદારી છે. તેનો ઉદ્દેશ આબોહવા અને આપત્તિના જોખમો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ્સની સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે. જે વિકાસ સુનિશ્ચિત કરશે.
સરકારે ઈ-વેસ્ટ અને વપરાયેલી બેટરીના નિકાલ અંગે પણ કડક પગલાં લીધા છે. આ માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જે ૨૦૨૧ના નિયમોનું સ્થાન લેશે. આ અંતર્ગત પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઈ-વેસ્ટ અને નકામી બેટરીનો નિકાલ સુનિશ્ચિત કરવાનો રહેશે. જૂની બેટરીને રિસાયકલ કરવાનું કામ કરવામાં આવશે. ઈ-વેસ્ટ માટેના નવા નિયમો ૨૦૧૬ના જૂના નિયમોનું સ્થાન લેશે. આ હેઠળ, કોઈપણ નિર્માતા, ઉત્પાદક અથવા સંસ્થા નોંધણી વિના વ્યવસાય કરી શકશે નહીં. ઈ-વેસ્ટનું રિસાયકલીંગ સુનિશ્ચિત કરવું જરૂરી બનશે.