ઝેરી કેમિકલ કાંડમાં વડોદરાની કંપનીના વધુ બે ભાગીદારની ધરપકડ
વડોદરાની સંગમ એનવાયરો પ્રા.લિના ત્રણ ભાગીદારો આશીષ ગુપ્તા, મૈત્રી વૈરાગી અને નિલેશ બહેરા પૈકી આશીષ પહેલા પકડાયો હતો. બાકીના બે મૈત્રી સન્મુખ વેરાગી (રહે, મુક્તાનંદ સોસા, ય્દ્ગહ્લ કોલોની પાસે, ભરૂચ) અને નિલેશ પીતાંબર બહેરા (રહે, સંગમ એન્વાયરોની ઓફિસમાં, વડોદરા, મૂળ.ઓરિસ્સા)ની ક્રાઇમબ્રાંચે પૂછપરછ કરી રવિવારે ધરપકડ કરી છે. જેમાં છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય ભાગીદારોમાંથી મુંબઈની કંપનીના ટેલિફોનિક સંપર્કમાં કોણ હતું, ઓર્ડર કોણે બનાવ્યો. ટ્રાન્સપોર્ટશનના રૂપિયા કોણે ચૂકવ્યા આ તમામ પાસાંઓની તપાસ કરાઈ રહી છે.
સચિન જીઆઇડીસી પાસેની ખાડીમાં ઝેરી કેમિકલ ઠાલવવાની ઘટનામાં જીપીસીબી, એફએસએલ તેમજ પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન આ જ ખાડીમાં નજીકની યાર્નની ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરાયો હોવાની વાત તપાસમાં બહાર આવતાં ક્રાઇમબ્રાંચની ટીમ સચીન જીઆઇડીસીના યાર્નના ૨ ઉદ્યોગકારોને પકડી લાવી છે. બંને પૈકી એકનું નામ વિજય ડોબરીયા અને બીજાનું સૌરભ ગાબાણી છે. હાલમાં બંને કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી ધરપકડની પ્રક્રિયા અટકી ગઈ છે. ઘટના જે જગ્યાએ બની તેનાથી દોઢ કિલોમીટરના એરિયામાં બંને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટની કલર યાર્ન બનાવવાની ફેક્ટરી છે. ઝેરી કેમિકલના માફીયાઓ સાથે સચીન પોલીસ સ્ટેશનના વિક્રમ ગોવિંદ ઘાગરની સાઠગાંઠ સામે આવી છે. જેને લઈ આગામી દિવસોમાં વિક્રમ પણ આરોપી બની શકે તેવી શક્યતા છે. કેમ કે, વિક્રમ ઘાગરે આરોપી પ્રેમ ગુપ્તા સાથે વાત કરી હોવાની વાતો સામે આવી રહી છે.
પોલીસકર્મી વિક્રમના મોબાઇલથી આરોપી સહિત અન્યને ૧૪૫ કોલ કરાયા હોવાની વાતો સામે આવી રહી છે. એટલું જ નહીં, વિક્રમ પોલીસ ઓફિસર અને જીપીસીબીના સંપર્કમાં પણ સતત રહેતો હોવાની વાતો પોલીસ બેડામાં ચાલી રહી છે.મુંબઈ તલોજા એમઆઈડીસીની હિક્લ કેમિકલ કંપનીના ૩ ડિરેકટરોની પણ ક્રાઇમબ્રાંચ શનિવારે મોડીરાતથી પૂછપરછ કરી રહી છે. એવી પણ વાત સામે આવી રહી છે કે, કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે કેટલાક ડોક્યુમેન્ટો મેળવ્યા છે. જેમાં કંપનીના ડિરેક્ટરોની કેટલીક ખામીઓ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જેના કારણે ડિરેકટરો સામે આગામી એક-બે દિવસમાં ગાળિયો ફીટ થાય તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે, હિક્લ કેમિકલ કંપનીએ સોડિયમ હાઇડ્રો સલ્ફાઈડ કેમિકલ ૧૪ રૂપિયે લિટરના પ્રમાણે ૨૫ હજાર લિટરના નિકાલ કરવા સંગમ એન્વાયરો પ્રા.લિ સાથે ૩.૫૦ લાખમાં સોદો કર્યો હતો.સચીન જીઆઇડીસીમાં રોડ નં-૩ પર વરસાદી પાણીના નાળામાં બે નંબરમાં ઝેરી કેમિકલ નિકાલ કરવામાં કેમિકલ માફીયાઓના પાપે ૬ કામદારોનાં મોત થયા હતા. આ કેસમાં ક્રાઇમબ્રાંચે વડોદરાની સંગમ એન્વાયરો પ્રા.લિ.ના વધુ બે ભાગીદારોની ધરપકડ કરી છે. આ પહેલા ભાગીદાર આશીષ ગુપ્તા સહિત ૪ની ધરપકડ કરાઈ હતી. જે ચારેય હાલ પોલીસ રિમાન્ડ પર છે.