આજે અમદાવાદમાં ૧૩ કલાક ૧૨ મિનિટનો સૌથી મોટો દિવસ રહેશે
ભારતમાં ગત ૨૧મી માર્ચે લોકોએ દિવસ અને રાત સરખો હોવાનો અનુભવ કર્યો હતો, હવે તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો અનુભવ થશે. દર વર્ષે ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ એટલે કે અમદાવાદમાં ૧૩ કલાક ૩૦ મિનિટ થશે. જ્યારે ટૂંકામાં ટૂંકી રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ થશે.
જ્યારે મુંબઇમાં અમદાવાદની સરખામણીએ ૧૭ મિનિટ ઓછો એટલે કે ૧૩ કલાક ૧૩ મિનિટ જ્યારે રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ રહેશે. જ્યારે બીજા દિવસે ૨૨મી જૂનથી દિવસ ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થવાનું શરૂ થઇ જશે.
પૃથ્વી પોતાની ધરી પર ૨૩.૫ ખૂણે નમેલી છે. આમ પૃથ્વીનું માથું દક્ષિણ-ઉત્તર તરફ નેમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી, ઠંડી વિવિધ આહબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જોવા મળે છે. તા.૨૧મી જુને લાંબામાં લાંબો દિવસ રાત્રિ ટૂંકી ત્યારબાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રી લાંબીનો લોકો અનુભવ કરશે.
ઇડરના લિંભોઇના અંબિકા મંદિરના જનક બી.શાસ્ત્રીના જણાવ્યા મુજબ ૨૧મી જુન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. આમ દિવસ-રાતની લંબાઇ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો ઉપર આધારિત હોય છે પરંતુ આ પરિબળો સતત બદલાતા રહે છે.