સોશિયલ મીડિયામાં આકાશમાં બનેલી ઘટનાનો વિડીયો વાઈરલ થયો
ગુજરાત સહીત દેશના વિભિન્ન રાજ્યના ઘણા જિલ્લાઓમાંથી લોકોએ આકાશમાં લોકોએ એવી ઘટના નિહાળી કે આ ઘટના જોઈ લોકોનું માનવું એવું છે કે ઉલ્કાપિંડ છે કે કોઈ અંતરીક્ષ વાહન તૂટ્યું છે . આ ઘટનાનો વીડિઓ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. આકાશમાં જોવા મળેલી એક પ્રકાશની રેખાના સંદર્ભમાં લોકોએ આ અસામાન્ય ઘટનાને પોતાના ફોનના કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જોઈને લાગે છે કે ત્યાં ઉલ્કાવર્ષા થઈ રહી છે. આ પ્રકાશને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. લોકોએ જણાવ્યું કે ત્રણ-ચાર પ્રકાશની લાઈન તેજ ગતિથી જોવા મળી હતી. ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે અનુમાન લગાવ્યું છે કે મહારાષ્ટ્રમાં જોવા મળેલી અવકાશી ઘટના વાસ્તવમાં ‘ચીની રોકેટ સ્ટેજની રીએન્ટ્રી’ છે, જે ફેબ્રુઆરી ૨૦૨૧માં લોન્ચ કરવામાં આવી હતી. લોકોના જણાવ્યા અનુસાર આકાશમાં રાત્રે પ્રકાશની એક રેખા જોવા મળી હતી. નાગપુરના સ્કાયવોચ ગ્રૂપના પ્રમુખ સુરેશ ચોપડેએ જણાવ્યું કે સાંજે ઘણા લોકોએ એક દુર્લભ ઘટના જોઈ અને તેના વીડિયો અને તસવીરો શેર કરી.
ચોપડેએ કહ્યું કે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી અવકાશ સંબંધિત ઘટનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને એવું લાગે છે કે આ ઘટના કોઈ સેટેલાઇટ સાથે સંબંધિત હતી. તેમણે કહ્યું કે એવું લાગે છે કે કોઈ દેશનો ઉપગ્રહ ભૂલથી પડી ગયો હશે અથવા જાણીજોઈને પડ્યો હશે. તે ઉલ્કાવર્ષા કે આગના ગોળા જેવું લાગતું નથી. તેણે કહ્યું કે તે ઉલ્કાપિંડનો ભાગ હોઈ શકે છે પરંતુ રંગો દર્શાવે છે કે પૃથ્વી તરફ આવતી વખતે કોઈ ધાતુની વસ્તુ તેની સાથે આવી હતી. તે જ સમયે, જોનાથન મેકડોવેલ, જેઓ સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સના ખગોળશાસ્ત્રી છે અને તેમણે એક ટિ્વટમાં અવકાશ પ્રક્ષેપણ પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે હું માનું છું કે તે ‘ચાઈનીઝ રોકેટ સ્ટેજ’, ચાંગ ઝેંગ 3B સીરીયલ નંબર રૂ૭૭ના ત્રીજા સ્ટેજની ફરીથી એન્ટ્રી હતી. તે ફેબ્રુઆરી ૨૦૨૧ માં લોન્ચ કરવામાં આવ્યું હતું.