નર્મદા ડેમની સપાટી વધીને ૧૧૫.૩૭ મીટર પર પહોંચી

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમ સહિતના ૨૯ ડેમની સપાટીમાં વધારો થયો છે. દમણ ગંગા ડેમના ૨ ગેટ ખોલવા પડ્યા હતા. નર્મદા ડેમમાં એક દિવસમાં ૧૦ સે.મીનો વધારો થયો છે. વરસાદને કારણે ૨૨,૭૭૨ ક્યુસેક પાણીની આવક થતા સપાટી ૧૧૫.૩૭ મીટર પર પહોચી છે.

નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડતા પાણીની આવકમાં વધારો થયો છે, જેની સામે કેનાલમાં ૪૨૩૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. રાજ્યના ઉકાઇ, વાત્રક, મેશ્વો, વણાંકબોરી, પાનમ, કડાણા, કરજણસુખી, દાંતિવાડા સહિતના ડેમમાં વરસાદને પગલે પાણીની આવક વધી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news