ભરૂચ જીલ્લાના ચાર તાલુકાના ઉભા પાકને રસાયણ હુમલા થી નુકસાનની ફરિયાદ સાથે ધરતીપુત્રોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.
ભરૂચ જીલ્લાના આમોદ,વાગરા અને જંબુસર તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાકો ઉપર પ્રદુષણ ના કારણે રસાયણિક હુમલો થયો છે અને તેમનો ઊભો પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.આ વિસ્તાર ના કપાસના ખેડૂતો ને કેમીકલ યુક્ત ઈન્ડસ્ટ્રીઝના ઝેરી રસાયણોથી પ્રદૂષણથી પાકને નુકશાન થઈ રહ્યું છે. કપાસ ના ઉત્પાદન ના કારણે કાનમ પ્રદેશ ગણાતા ભરૂચના આ વિસ્તારોનો કપાસનો પાક નુકશાન પામી રહ્યો છે જેમાં હજારો એક્ર જમીનમાં લોકોના પાક નાશ પામી રહ્યા છે.સાથે સાથે બગીચાની અંદર રહેલા ફૂલો અને વૃક્ષો ને પણ નુકસાન થઈ રહ્યું છે.તેવા સંજોગો માં ખેડૂતો કઈ રીતે ખેતી કરી શકે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા.ભવિષ્યમાં પોતાને થતાં નુકશાન થી નાસીપાસ થઈ ખેડૂતો આપઘાત ના કરી લે તે માટે વહેલી તકે નિરાકરણ લાવવા માટે સાથે ખેડૂતોને થયેલ નુકશાન સામે યોગ્ય વળતર મળે તે માટે ખેડૂતોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદણ પાઠવી રજુઆત કરી હતી.આ અંગે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો ખેડૂતો દ્વારા આવનારા સમયમાં ગાંધી ચીંધ્યામાં માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચરવામાં આવી છે.