ગઢડાના પડેલા ભારે વરસાદ અને સૌની યોજનાના પાણી છોડવાને કારણે રમઘાટ ડેમ છલકાયો

ગઢડાના રમઘાટમાં સૌની યોજનાના પાણી છોડાયા બાદ ગઢડા તેમજ ઉપરવાસમાં વરસાદ પડતાં ગઢડાનો જીવાદોરી સમાન રમઘાટ ડેમ છલકાયો છે. બોટાદ જિલ્લામાં સિઝનનો ખુબ ઓછો વરસાદ પડેલો જેના કારણે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થતા બોટાદ જિલ્લામાં સૌની યોજના અંતર્ગત જિલ્લાના ડેમ, તળાવ ભરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ હતી. જેના ભાગ રૂપે ગઢડાના જીવાદોરી સમાન રમઘાટ ડેમમાં પણ સૌની યોજનાનું પાણી છોડવામાં આવેલું હતું.

ગઢડામાં બે ઈચ જેટલો વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ગઢડાનો જીવાદોરી સમાન રમઘાટ ડેમ ઓવરફ્લો થયો હતો. ડેમમાં પાણીની આવક વધતા ગઢડા નગરજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે અને લોકો ઓવરફલો થયેલ રમઘાટ ડેમ જોવા પહોંચી રહ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news