બ્રિટનમાં કોરોનાના ભય વચ્ચે બર્ડ ફલૂનો કેસ આવ્યો
બ્રિટનમાં ૨૦૨૧માં લગભગ ૫ લાખ પક્ષીઓ માર્યા ગયા હતા. પર્યાવરણ પ્રધાન જ્યોર્જ યુસ્ટિસે જણાવ્યું હતું કે દેશ એવિયન ફ્લૂના ‘અત્યાર સુધીના સૌથી મોટા’ પ્રકોપ સામે લડી રહ્યો હતો. પક્ષીઓને મારવાની સાથે સરકારે ડિસેમ્બરમાં નવા નિયમો લાગુ કર્યા હતા. જે અંતર્ગત પક્ષી રક્ષકોએ ખાતરી કરવાની હતી કે તમામ પક્ષીઓ ઘરની અંદર રહે અને વાયરસના ફેલાવાને રોકવા માટે કડક બાયો-સુરક્ષાના ઉપાયોનું પાલન કરવું જરૂરી છે હજુ સુધી કોરોના વાયરસનો ખતરો વિશ્વ પરથી ટળ્યો નથી અને હવે જો આ બર્ડ ફ્લૂના વધુ કેસ સામે આવશે તો એ જોવું રહ્યું કે દેશોની સરકાર આની સાથે કેવી રીતે ડીલ કરે છે.બ્રિટનમાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓને એક વ્યક્તિમાં એવિયન ફ્લૂ મળી આવ્યો છે. બ્રિટન હાલમાં પક્ષીઓમાં ફેલાતા બર્ડ ફ્લૂ વાયરસના સૌથી મોટા પ્રકોપ સામે લડી રહ્યું છે.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું હતું કે એવિયન ફ્લૂનું પ્રસારણ પક્ષી-થી-માનવમાં અત્યંત દુર્લભ છે અને બ્રિટનમાં આ પહેલા આવું ભાગ્યે જ બન્યું છે. દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં સંક્રમિત મળી આવેલ વ્યક્તિ ‘ઠીક’ અને તેણે પોતાની જાતને આઈસોલેટ કરી લીધી હતી. જે વ્યક્તિને ઇન્ફેકશન લાગ્યું હતું તે નિયમિતપણે કેટલાંક સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં હતો. સંક્રમિત પક્ષીઓ તેણે તેના ઘરની અંદર અથવા તેની આસપાસ રાખ્યા હતા.’ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકો અને તેના ઘરે આવેલા તમામ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. અન્ય કોઈમાં આગળ સંક્રમણ ફેલાયાના કોઈ પુરાવા મળ્યા નથી.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ જણાવ્યું હતું કે એવિયન ફ્લૂથી વ્યાપક લોકો માટેનું જોખમ ‘ખૂબ ઓછું’ હતું, પરંતુ લોકોને બીમાર અને મૃત પક્ષીઓને સ્પર્શ ન કરવા ચેતવણી આપી છે.