હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ શ્રી બદરીનાથ ધામના કપાટ બંધ થયા
હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થળ શ્રી બદરીનાથ ધામના કપાટ શિયાળામાં બંધ થઈ જાય છે આથી આજે ૧૯ નવેમ્બરે સાંજના ૩ વાગ્યેની ૩૫ મિનિટ પર ભગવાન બદરીના વિશાળ કપાટ બંધ થઇ ગયા છે દરવાજા બંધ કરતા પહેલા મંદીરને સુંદર રીતે રંગબેરંગી ફુલોથી સજાવામાં આવ્યું હતું કપાટ બંધ થવાના હોવાથી હજારો શ્રદ્ધાળુઓ બદરીનાથ પહોંચ્યા હતાં અને કપાટ બંધ થવાની ધાર્મિક પ્રક્રિયાના સાક્ષાત સાક્ષી બન્યા હતા.
બદરીનાથની પૂર્વ ધર્માધિકારી ભુવન ચંગ્ર ઉનિયાલ મુજબ કપાટ બંધ થતા પહેલા ભગવાન બદરીવિશાલને ઉની ધૃત કંબલ ઓઢાડવામાં આવી હતી. આ ધાબળા માના ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામા આવે છે. જેને ધીમાં પલાળીને તૈયાર કરવામાં આવે છે. આ ધાબળાને મંદીરના મુખ્ય પૂજારી ઈશ્વરી પ્રસાદ નંદૂબરી ભગવાનને અર્પણ કર્યા હતાં આ અગાઉ શનિવારે રાવલ એટલે કે મુખ્ય પૂજારી ઈશ્વરી પ્રસાદ નંદૂબરી સ્ત્રીનો વેશ ધારણ કરી માતા લક્ષ્મીની પ્રતિમાને બદરીનાથ ધામના ગર્ભ ગૃહમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવી હતી અને ઉદ્ધવ અને કુબેરની પ્રતિમાને મંદિર પરિસરમાં લાવવામાં આવી હતી.
બદરીનાથ ધામના કપાટ બંધ થવાની સાથે જ ઉત્તરાખંડમાં આવેલ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ ધામની યાત્રા પણ આજે સંપન્ન થઇ છે. આ વર્ષે સાડા સત્તર લાખથી વધારે તીર્થયાત્રી ભગવાન બદરીનાથના દર્શન કરી ચુક્યા છે. બદરીનાથના કપાટ બંધ થયા બાદ ઉદ્ધવ અને કુબેરજીની ડોલી બામણી ગામમાં પહોંચશે. જ્યારે શંકરાચાર્યજીની ગાદી રાવલ નિવાસમાં આજે રાત્રે વિશ્રામ કરશે. કાલે રવિવારે સવારે પાવન ગાદી અન ઉદ્ધવ કુબેરજીની મૂર્તિ પાંડુકેશ્વર માટે રવાના થશે. ૨૧ નવેમ્બરે શંકરાચાર્યની ગાદી જોશીમઢના નરસિંહ મંદિર પહોંચશે અને શીતકાળ સુધી રહેશે.