વડોદરા રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાન ૨૩ લાખનો પાણીનો પ્લાન્ટ નાખશે

ભારતમાં અણધાર્યું, ન જોયેલું.. ન વિચારેલુ કાર્ય લોકો કરતા રહે છે … ત્યારે એક મોતની કિંમત ૨૩ લાખના આરો પાણીના પ્લાન્ટમાં… શું ખરેખર આ વ્યાજબી છે… અને જો દેવું જ છે તો મૃતકના પરિવાર જનોને તે પૈસા આપો જેથી તેમનો કમાવુ યુવાન દીકરાની કમાણી સમજી તેનો પરિવાર ખુશ રહે, શાંતિથી જીવન ગુજારી શકે …. રઇશ ફિલ્મના પ્રમોશન માટે વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખ ખાન થોડી મિનિટ માટે રોકાયો હતો. આ સમયે ભાગદોડ થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોઇ તેની સામે વડોદરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી, જે ફરિયાદને એપ્રિલ મહિનામાં હાઇકોર્ટે રદ કરી હતી. જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે, તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ. હાઇકોર્ટની આ ટકોર બાદ શાહરૂખ ખાને વડોદરા રેલવે સ્ટેશન પર આરઓ પ્લાન્ટ માટે રૂા.૨૩ લાખનો ચેક મોકલ્યો હતો, જે ચેક ડીઆરએમને અપાશે. ૨૩ જાન્યુઆરી,૨૦૧૭ના રોજ અગસ્ત ક્રાંતિ ટ્રેન દ્વારા શાહરૂખ મુંબઇથી દિલ્હી જઇ રહ્યો હતો. રઇસ ફિલ્મના પ્રમોશન માટે તે થોડી મિનિટ માટે વડોદરા રોકાવાનો હોવાને કારણે રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ભીડ એકત્રીત થઇ હતી.

ટ્રેન ઊભી રહેતાં શાહરૂખે ટીશર્ટ અને બોલ ભીડ તરફ ફેંકતાં અફરા-તફરી અને ભાગદોડ સર્જાઇ હતી. પોલીસે ટોળાના વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. આ બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના માટે શાહરૂખ ખાન જવાબદાર હોવાના આક્ષેપ સાથે વડોદરાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી. જેમાં શાહરૂખ ખાન સામે સમન્સ પણ નીકળ્યું હતું. દરમિયાન ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં દાદ માગવામાં આવતાં હાઇકોર્ટે એપ્રિલ-૨૦૨૨માં શાહરૂખ ખાન સામેની ફરિયાદ રદ કરી હતી. શાહરૂખ ખાનના એડવોકેટ કૌશિક જે તે સમયે હાઇકોર્ટે ટકોર કરી હતી કે,

તમે સેલિબ્રિટી છો ત્યારે તમારે ગુડ ફેઇથમાં કંઇક કરવું જોઇએ એટલે શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ માટે રૂા.૨૩ લાખનો ચેક મોકલ્યો હતો, જે સોમવારે ડીઆરએમને અપાશે. વડોદરામાં શું જરૂરિયાત છે. રેલવે તંત્ર દ્વારા પેસેન્જરોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટની જરૂર હોવાનું અને તે માટે ૨૩ લાખનો ખર્ચ થશે તેમ કહેવાયું હતું. ત્યારબાદ શાહરૂખ ખાને આરઓ પ્લાન્ટ માટે રૂા.૨૩ લાખનો ચેક તેમના એડવોકેટને મોકલ્યો હતો.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news