અમદાવાદ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગનો સ્નેહમિલન સમારોહ યોજાયો, લધુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ સાથે વિશેષ મુલાકાત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે લધુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં લધુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્રજી, રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રીય મહામંત્રી ઘનશ્યામભાઈ ઓઝા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્યામસુંદર સલુજા સહિત રાજ્ય તથા દેશભરમાંથી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, જ્યારે એમએસએમઈ સેક્ટર ગુજરાતના અર્થતંત્રનું કરોડરજ્જૂ છે તેમ જણાવતા આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગકારોને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સહિતના દરેક ઉદ્યોગોનું યોગદાન રહેલું છે.
લધુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિએ આ પ્રસંગે એમએસએમઈ ઉદ્યોગ વિશે પ્રકાશ પાડી જાણકારી આપી હતી.