હિમાચલ-ઉત્તરાખંડ અને બિહારમાં વરસાદી આફતઃ ૩ના મોત, ૧૨ ગુમ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત અનેક પહાડી રાજ્યોમાં ભારે વરસાદ વિનાશ વેરી રહ્યો છે. વરસાદ બાદ હાઈ લેન્ડસ્લાઇડના કારણે રાજ્યમાં ૧૦ ઘર પાણીમાં વહી ગયા છે. ૩ લોકોના મોત થયા છે, જ્યારે એક MBBS ની વિદ્યાર્થિની સહિત ૧૨ લોકો ગુમ થયા છે. રાજ્યના નગરોટા બગવાંમાં ૧૦ વર્ષની છોકરી પાણીમાં વહી ગઈ, જેની લાશ ૩૦૦ મીટર દૂર મળી. તો ટૂરિસ્ટ સ્પોસ્પોટ ભાગસૂનાગમાં ૧૨ કારો અને અનેક મોટરસાઇકલો પણ તણાઈ ગઈ છે.
ઉત્તરાખંડના ઉત્તર કાશી જિલ્લાના ડબરાની ક્ષેત્રમાં મૂસળધાર વરસાદના કારણે લેન્ડસ્લાઇડ થઈ ગઈ. આના કારણે ગંગોત્રી નેશનલ હાઇવે બ્લોક થઈ ગયો છે. બોર્ડર રોડ્સ ઑર્ગેનાઇઝેશન હાઈવેથી કાટમાળ હટાવવાનું કામ કરી રહ્યું છે. તો બિહારના મુઝફ્ફરમાં વરસાદના કારણે રોડ નદીમાં ફેરવાઈ ગયા છે. અહીં હોડી ચલાવવી પડી રહી છે. ધર્મશાળાના ચૈતરૂ ગામમાં માંઝી નદીએ પોતાનો રસ્તો બદલી લીધો છે અને રોડ પર વહેવા લાગી છે.
પટના સહિત બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. મુઝફ્ફરપુરમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ ચુકી છે કે રસ્તાઓ પર હોડીઓ ચલાવવી પડી રહી છે. અહીં બૂઢી ગંડક નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. આ દરમિયાન લોકો નાવિકો પર મનફાવે તેમ પૈસા વસૂલવાનો આરોપ લગાવી રહ્યા છે. મુઝફ્ફરપુરના જે ઢાબ મોહલ્લામાં પૂર જેવી સ્થિતિ છે જ્યાં ૧૦ હજાર લોકો રહે છે અને તંત્રએ ફક્ત ૨ હોડીઓની વ્યવસ્થા કરી છે. દિલ્હીમાં લાંબા સમય બાદ મંગળવારના સવારે વરસાદ થયો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા.
હવામાન વિભાગ પ્રમાણે દિલ્હીમાં સવારે ૭થી ૮:૩૦ની વચ્ચે ૨.૫ સેમી વરસાદ પડ્યો. આ ઉપરાંત પંજાબના અમૃતસર, લુધિયાના, પઠાણકોટ અને જલંધર સહિતના શહેરોમાં મંગળવારના વરસાદ થયો. અમૃતસરમાં ૫૬ MM અને લુધિયાનામાં ૪ કલાક વરસાદ થયો.