પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂઃ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. સુરત, રાંદેર, કતારગામ, અમરોલીમાં મેઘો વરસી થયો છે. એવામાં હવે વધુ આગામી ૨-૩ દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દ.ગુજરાતમાં વરસાદની શરૂઆત થતા જ સહેલાણીઓ હિલ સ્ટેશન પર ઉમટવા લાગ્યા છે.

વરસાદી સિસ્ટમ હાલમાં સક્રિય હોવાથી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ૭ જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં તેમજ ૮ જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, ખેડા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી દરરોજ મેઘરાજાની પધરામણી થતા સહેલાણીઓમાં આનંદ છવાઈ ગયો છે. ગિરિમથક સાપુતારા ખાતે આખો દિવસ ધુમ્મસ છવાઈ રહેતા શનિવાર અને રવિવારની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડયા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news