વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક, કેજરીવાલે કહ્યું- દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત
દેશમાં કોરોના વાયરસની વધતી રફતાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ અગાઉ તેમણે સવારે ૯ વાગે અધિકારીઓ સાથે ઈન્ટરનલ બેઠક કરી હતી.
મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત છે. જાે અહીં ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ નથી તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે? જ્યારે દિલ્હી માટે એક ઓક્સિજન ટેન્કરને બીજા રાજ્યમાં રોકવામાં આવે છે ત્યારે કૃપા કરીને સૂચન આપો કે કેન્દ્ર સરકારમાં મારે કોની સાથે વાત કરવી જાેઈએ?
પીએમ મોદી દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત ૧૦ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તામિલનાડુના મુખ્યમંત્રીઓ સામેલ છે.
દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજનના સપ્લાયની સમસ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યો ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહ્યા છે. પીએમ મોદીએ આજે અનેક મંત્રાલયના અધિકારીઓ સાથે પણ બેઠક કરી. જેમાં તેમને ઓક્સિજનના સપ્લાયને તેજ કરવાનો નિર્દેશ આપ્યો.
પીએમ મોદીનો નિર્દેશ હતો કે ઓક્સિજનનું પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ સપ્લાયમાં મુશ્કેલી છે. તેને દૂર કરવી જાેઈએ. જાે હાલ બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું હોય તો તેના પર કડક પગલાં લેવાવા જાેઈએ.