પીએચડીની વિદ્યાર્થીનીએ પોકેટ ઓર્ગેનિક વોટર પ્યોરિફાઈટર બનાવ્યું

ગુજરાત યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં એક પીએચડીની વિદ્યાર્થિનીએ આ ઓર્ગેનિક વૉટર-પ્યોરિફાયર ડિવાઈસ બનાવ્યું છે. ઓર્ગેનિક વૉટર-પ્યોરિફાયર ડિવાઈસ બનાવ્યું છે. આ ડિવાઈસ એક અલગ જ પ્રકારનું ડિવાઈસ છે. આ ડિવાઈસના ઉપયોગથી પાણી શુદ્ધ થઈ પીવાલાયક થઈ શકે છે. આ ડિવાઈસ બેગમાં સાથે લઈને ફરી શકાય છે. આ ડિવાઇસ અને એમાંથી શુદ્ધ થઈને આવતા પાણીની ગુણવત્તા પણ લેબમાં ચેક કરવામાં આવી છે. એની ખાસિયત એ છે કે ઇલેકટ્રિસિટી કે યુવી લાઈટ કે કોઇપણ પ્રકારની મેમ્બ્રેન વગર પાણીમાં રહેલા હાનિકારક બેકટેરિયા મારે છે.

બાયોકેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર દ્વારા આ ડિવાઈસને ચકાસીને એનું વેલિડેશન કરવામાં આવ્યું છે અને આ પ્રકારનું ડિવાઈસ હજુ સુધી કોઈએ બનાવ્યું નથી એ પણ સાબિત કર્યું છે. આ ડિવાઈસ દ્વારા ખરાબ પાણી પીવાથી કે એના ઉપયોગથી થતા પાણીજન્ય રોગો, જેમ કે ટાઇફોઇડ કે કોલેરાથી પણ બચી શકાય છે.

આ ડિવાઇસને અત્યારે પેટન્ટ કરવા માટે પણ મૂકવામાં આવ્યું છે, જે બાદ આ ડિવાઈસ ખૂબ જ સરળતાથી બજારમાંથી મળી શકશે. આ ડિવાઈસ એ બજારમાં મળતા ડિવાઈસ કરતાં ખૂબ અલગ છે. બજારમાં મળતા ડિવાઇસમાં પાણી શુદ્ધ કરવા આરઓ કે યુવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ ઓર્ગેનિક ડિવાઈસમાં કોલસો, પથ્થર, રેતી તદુપરાંત પાણીજન્ય રોગો માટે જવાબદાર બેકટેરિયાનો નાશ કરવા માટે એન્ટી માઇક્રોબિયલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વસ્તુઓ પરથી ખરાબ પાણી પસાર થઈને આવે છે ત્યારે એ ખૂબ જ શુદ્ધ જોવા મળ્યું હતું. આ પાણીમાં શરીરને જરૂરી ટીડીએસની માત્રા પણ યોગ્ય હતી. મને ટ્રેકિંગમાં પીવાલાયક પાણી મળવામાં તકલીફ પડી ત્યારે આ ડિવાઈસ બનાવવાનો વિચાર આવ્યો હતો. એ બાદ મેં ડિવાઇસ બનાવવાની શરૂઆત કરી હતી. આ ડિવાઈસ તૈયાર થયા બાદ મેં ગુજરાત યુનિવર્સિટીની લેબોરેટરીમાં જ એનો ટેસ્ટ કર્યો હતો.

ટેસ્ટના રિપોર્ટને મારા ડિપાર્ટમેન્ટના એચઓડી દ્વારા એપ્રૂવલ આપવામાં આવ્યું છે. આ ડિવાઈસમાં કોઈ જ યુવી સિસ્ટમ કે અન્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ગામડાંમાં અગાઉ કોલસા અને અન્ય પદાર્થના ઉપયોગ દ્વારા પાણી શુદ્ધ કરવામાં આવતું હતું, એ જ ટેક્નોલોજીમાં મેં અપડેટ કરીને આ ડિવાઈસ બનાવ્યું છે. જ્યારે અન્ય ડિવાઈસમાં બેક્ટેરિયા રોકવાનું કામ થતું હોય છે, એમાં તમામ બેક્ટેરિયા મરતા નથી. આ ડિવાઈસ બજારમાં અત્યારે મળતા ડિવાઈસ કરતાં ૬૦ ટકા ઓછા ભાવમાં મળી શકશે. આ પોર્ટેબલ ડિવાઇસમાં ૫૦૦ લિટર પાણી શુદ્ધ કરી શકાય છે, જે બાદ પાણીનો ફલૉ ઘટે છે, જેથી ડિવાઈસને રિફિલ કરવાનો સમય થયો એવી ખબર પડે છે. આ ડિવાઈસ બન્યું ત્યારે મેં એની ચકાસણી કરી હતી. એમાંથી શુદ્ધ થઈને આવેલા પાણીના રિપોર્ટ પણ ચકાસ્યા હતા, એ પાણી પીવાલાયક સાબિત થયું છે. આ પ્રકારનું ડિવાઇસ હજુ સુધી કોઈએ બનાવ્યું નથી. આ ઓર્ગેનિક પોર્ટેબલ વૉટર-પ્યોરિફાયર ડિવાઈસનું અમે વેલિડેશન પણ કર્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news