રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટીમ ચેકિંગમાં ઉતરી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા ૭ દિવસથી પીજીવીએલનું ચેકિંગ ચાલી રહ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, વઢવાણ અને સાયલા સહિતના વિસ્તારોમાં ૩૦થી વધુ ટીમ દ્વારા ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કચ્છના ગાંધીધામ, રામબાગ અને આદિપુરમાં ૨૮ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ૫ મેના રોજ ચેકિંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના ૧૧ કેવી ભક્તિનગર, ૧૧ કેવી ૮૦ ફૂટ રોડ, ૧૧ કેવી ઉદ્યોગનગર, ૧૧ કેવી અમી ધારા, ૧૧ કેવી સોની બજાર, અને ૧૧ કેવી પેલેસ રોડ ફીડર આવરી લેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ૪ મેએ પીજીવીસીએલના ચેકિંગ દરમિયાન ૧૦૮૬ કનેક્શન ચેક કરી ૧૧૫ ક્નેક્શનમાંથી વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં ૧૧૫ કનેક્શનમાંથી કુલ ૨૧.૦૭ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.પીજીવીએલ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી વીજચોરો પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. રાજકોટ શહેર બાદ આજે ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીએલની ૩૪ ટીમ ચેકિંગ માટે ઉતરી છે. ખાસ કરીને જસદણ અને વીંછિયા પંથકમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા રાજકોટ શહેરમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કરોડો રૂપિયાની વીજચોરી ઝડપાઇ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news