દેશભરમાં લોકો દરેક ઘરે તિરંગા અભિયાનનો ભાગ બને : વડાપ્રધાન

પ્રધાનમંત્રી આજે ફરી એકવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ આ વખતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમને લઇને વાત કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું ‘ આ વખતે ‘મન કી બાત’ ખૂબ જ ખાસ છે. તેનું કારણ છે કે આ વખતે સ્વતંત્રતા દિવસ, જ્યારે ભારત પોતાની આઝાદીને ૭૫ વર્ષ પુરા કરશે. ત્યારે આપણે બધા આ અદભૂત અને ઐતિહાસિક પળના સાક્ષી બનવા જઇ રહ્યા છીએ.

૩૧ જુલાઇ એટલે કે આજના દિવસે, આપણે તમામ દેશવાસી, શહીદ ઉધમ સિંહજી શહાદતને નમન કરીએ છીએ. હું એવા અન્ય તમામ મહાન ક્રાંતિકારીઓને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરી દીધું.’ પીએમ મોદીએ આગળ કહ્યું કે ‘મને તે જોઇને ખુશી થાય છે કે આઝાદીના અમૃત મહોત્સવ એક જન આંદોલનના રૂપમાં લઇ રહ્યો છું. તમામ ક્ષેત્રો અને સમાજના દરેક વર્ગના લોકો તેની સાથે જોડાયેલા અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.  પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતાં કહ્યું કે આ વખતે સ્વતંત્રતા દિવસ એકદમ ખાસ છે. તેમણે આજની તારીખ એટલે ૩૧ જુલાઇનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘આજથી ઠી ૭૮ વર્ષ પહેલાં ૧૯૪૦ માં અંગ્રેજોએ ભારતના એક વીર સપૂતને ફાંસી આપવામાં આવી હતી. દેશના તે પુત્રનું નામ હતું, શહીદ ઉધમ સિંહ. જેમણે ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ જલિયાવાલા બાગ નરસંહારના ગુનેગારને માર્યા હતા. હવે આપણા આગામી ૨૫ વર્ષના આ અમૃતકાળ દરેક દેશવાસી માટે એક કર્તવ્યકાળની માફક છે.

દેશને આઝાદ કરવા, આપણા વીર સેનાની, આપણને આ જવાબદારી આપીને ગયા છે. તેને સંપૂર્ણપણે નિભાવવાની છે.  પીએમ મોદીએ કહ્યું કે ‘દેશની આઝાદીમાં ભારતીય રેલવેનું મહત્વપૂર્ણ યોગદાન છે. એવામાં દેશના ૭૫ રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં અવી છે. જેનું દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. આ તમામ ૭૫ રેલવે સ્ટેશનોને ૧૫ ઓગસ્ટના અવસરને વિશેષ રીતે શણગારવામાં આવે. એટલા માટે સ્કૂલના બાળકો અને શિક્ષકોને અપીલ કરું છું કે તે તમામને નજીકના તે રેલવે સ્ટેશનને બતાવવા લઇ જાય ત્યાં આઝાદીના સંગ્રામ માટે એક મહત્વપૂર્ણ ભાગને યોગ્ય રીતે સમજાવી શકે.  પીએમ મોદીએ કહ્યું કે આ વખતે અપીલ કરું છું કે ૧૩ ઓગસ્ટથી લઇને ૧૫ ઓગસ્ટ સુધી આખા દેશભરના લોકો દરેક ઘરે તિરંગા અભિયાનનો ભાગ બને.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news