પંકજ કુમારે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો
રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ પંકજ કુમારને નવા પરિવર્તન માટે શુભેચ્છા પાઠવી હતી. ડો.રાજીવ કુમાર ગુપ્તાને રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.
રાજીવ ગુપ્તા હાલ બે મહત્વના વિભાગ ઉદ્યોગ અને ગૃહનો હવાલો સંભાળી રહ્યા છે. તાજેતરમાં જ વન અને પર્યાવરણ વિભાગમાંથી ઉદ્યોગ વિભાગમાં રાજીવ કુમાર ગુપ્તાની બદલી કરવામાં આવી હતી. તેમની પાસે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ જવાબદારી છે.
પંકજ કુમારે ચાર્જ સંભાળ્યા બાદ અનિલ મુક્મે રાજીનામું આપ્યું છે. તેમણે પંકજ કુમારને શુભકામનાઓ પાઠવી હતી.