ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક વધી છે. રાજ્યના ૨૦૭ ડેમ ૪૮ ટકા ભરાયા છે. ગુજરાતના કુલ ૨૦૭ ડેમમાંથી ૨૯ ડેમ સંપૂર્ણ ભરાયા છે. રાજ્યની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ ૫૮ ટકાથી વધુ ભરાયો છે. વિવિધ ઝોનના ડેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ૧૫ ડેમ ૫૭.૨૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમ ૩૦ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમ ૩૫ ટકાથી વધુ અને કચ્છના ૨૦ ડેમ ૬૪ ટકા ભરાયા છે. જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૫૯.૪૪ ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં ૯૦ ટકાથી વધુ ભરાયેલા ૪૦ ડેમ હાઈએલર્ટ પર છે. ૮૦થી ૯૦ ટકા ભરાયેલા ૧૩ ડેમ એલર્ટ પર છે. જ્યારે ૭૦થી ૮૦ ટકા ભરાયેલા ૧૭ ડેમ વોર્નિંગ પર છે.