હિમાચલમાં ઓરેન્જ એલર્ટ, પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરાઈ
ભારતમાં ચોમાસુ બેસી ગયુ છે અનેક રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરુઆતની સાથે જ હિમાચલ પ્રદેશમાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશમાં વરસાદે અનેક જિલ્લાઓમાં હાહાકાર મચાવ્યો છે. રાજ્યના ચંદીગઢ-મનાલી હાઇવે પર, તેમજ પંડોહ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલનનો પણ ભય છે. તેમજ વરસાદની સ્થિતિને જોતા હવામાન વિભાગ એ હિમાચલ પ્રદેશના ૧૦ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે.
હિમાચલના મંડી શહેરથી ૪૦ કિમી દૂર આવેલા પંડોહ નજીક ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે અનેક પ્રવાસીઓ આ વિસ્તારમાં અટવાઈ ગયા હતા. મળતી માહિતી મુજબ પ્રવાસીઓ ૨૨ કલાક સુધી હાઇવે પર ફસાઈ રહ્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઘણા પ્રવાસીઓને તેમના વાહનો અને બસોમાં રાત વિતાવવી પડી હતી. ત્યારે એક પ્રવાસીએ જણાવ્યું હતુ કે તેણે તેના પરિવાર સાથે મનાલીની પાંચ દિવસની ટ્રિપની યોજના બનાવી હતી, પરંતુ રસ્તામાં મંડીના વિસ્તાર તરફ ભારે વરસાદમાં ભૂસ્ખલનની સ્થિતિના કારણે બે દિવસ વેડફાય ગયા હતા.
હિમાચલમાં વરસાદની સ્થિતિને જોતા રાજ્ય સરકારે પ્રવાસીઓ અને સ્થાનિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીઓ અને ભૂસ્ખલન-સંભવિત વિસ્તારોની નજીક જવાનું ટાળવા માટે સલાહ આપી છે, હિમાચલ પ્રદેશ પોલીસ ટ્રાફિક, પ્રવાસી અને રેલવે વિંગે જણાવ્યું હતું. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે લોકોએ હવામાન અને રસ્તાની અગાઉ માહિતી લઈ લેવા જોઈએ અને તે બાદ જ મુસાફરીએ નિકળવું જોઈએ છે. હિમાચલ પ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષ આરએસ બાલીએ જણાવ્યું હતું કે પ્રવાસીઓએ તેમના ફોનનું જીપીએસ લોકેશન ચાલુ રાખવું જોઈએ અને માર્ગદર્શિત માર્ગો પર મુસાફરી કરવી જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવામાન વિભાગે રાજ્યમાં ૧ જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ દરમિયાન પાંચ દિવસ માટે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલમાં ૨૪ જૂને વરસાદની શરૂઆત થઈ ત્યારથી, ચોમાસું સમગ્ર રાજ્યભરમાં તબાહી મચાવી રહ્યું છે, જેના કારણે ૧૬૪ કરોડ રૂપિયાનું અત્યાર સુધી નુકસાન થયું છે, જ્યારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૫ લોકોના મોત થયા છે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન્સ સેલ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, જનજીવન ઠપ થઈ ગયું છે. ગયો રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ત્રણ લોકો ગુમ છે અને ૨૭ લોકો ઘાયલ થયા છે. ૧૦૩૩ થી વધુ પીવાના પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાઓને અસર થવાને કારણે, જલ શક્તિ વિભાગને ૮૯.૯૫ કરોડ અને જાહેર બાંધકામ વિભાગ ને ૭૨.૯૦ કરોડનું નુકસાન થયું છે. રાજ્યભરમાં ત્રણ દિવસમાં મોટા ભૂસ્ખલનની સાત ઘટનાઓ, એક વાદળ ફાટવાની અને અચાનક પૂરની ચાર ઘટનાઓ નોંધાઈ છે. જેમાં પાંચ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે, જ્યારે ૩૪ મકાનોને આંશિક નુકસાન થયું છે. આ સાથે ભૂસ્ખલનને કારણે ૩૦૦થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. આમાંના મોટાભાગના ગ્રામ્ય માર્ગો છે. થિયોગ ખાતે અવરોધિત નેશનલ હાઇવે-૫ પરનો ટ્રાફિક સોમવારે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.