શાહઆલમમાં મોડી રાત્રે ફ્લેટની ગેલેરી તૂટી પડી કોઈ જાનહાની નહિ
અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગુજરાત ટુડે પ્રેસની ઓફિસની સામે આવેલા નવાબ એપાર્ટમેન્ટની ગઈ કાલે ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી પડી હતી, સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
સમગ્ર બનાવની વિગત એવી છે કે ગેલેરીની ઉપર પાણીની ટાંકી મૂકવામા આવી હતી અને તેમાં પાણી વધુ પ્રમાણમાં સમગ્ર કરીને રાખ્યું હતુ જેના કારણે વધારે પડતું વજન થઈ જવાને કારણે ગેલેરી ધડાકાભેર તૂટી પડી હોવાનુ તારણ ફાયર વિભાગે કાઢ્યું હતું.
ગેલેરી તૂટી પડતા સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહતી, જોકે ફ્લેટમાં આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ જતાં ફાયરના જવાનોએ ફલેટના લોકોને હેમખેમ કરીને બહાર કાઢ્યા હતા.