જામનગરમાં આજી-૩ ડેમના ગેટ રીપેરીંગ અને પાણી કેચમેન્ટના સુચારુ આયોજન માટે મનપા કમિશ્નરે આપી સુચના

જામનગર શહેરમાં પીવાનું પાણી મળી રહ્યું છે તે આજી-૩ ડેમના ગેટ રીપેરીંગ અને પાણી કેચમેન્ટના સુચારુ આયોજન માટે મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી ડેમ પર સાઈટ વિઝીટ કરી હતી. જ્યારે શહેરના નગરજનોને પાણીમાં કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તે સહિતનું મનપાના કમિશનર વિજય ખરાડી સહિત વોટરવર્ક વિભાગનું માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે.

આજી ૩ ડેમ ખાતે ગેટ રીપેરીંગ અર્થે સિંચાઈ વિભાગ રાજકોટ દ્વારા ખાલી કરવાનો થતો હોય અને તાજેતરમાં જ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા અને જળ સંપતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને મિટિંગમાં થયેલી ચર્ચા અને મળેલ સૂચના અનુસાર તેના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા માટે કરવાની થતી જુદી જુદી કામગીરી બાબતે મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી વોટર વર્ક શાખાના કાર્યપાલ એન્જિનિયર અને નાયબ એન્જિનિયર તેમજ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર નાયબ એન્જિનિયર તથા આજી-૩ ડેમના કેચમેન્ટ એરિયામાંથી પાણી ઉપાડવા તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના સંપ સુધી પાઇપલાઇન તેમજ ડેમની અંદર પંપિંગ મશીનરી ઇન્સ્ટોલેશન કરવાની થતી કામગીરી નો સર્વે કરીને આયોજન કરીને વહેલી તકે તમામ કામગીરી સમયસર પૂર્ણ કરી ૪૦ એમએલડી જેટલું પાણી ઉપાડી શકાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત વિભાગ દ્વારા જામનગર શહેરમાં પાણી વિતરણમાં વિક્ષેપ ઊભો ન થાય તે રીતે આયોજન કરવાનું મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી વોટરવર્ક શાખા તેમજ પાણી પુરવઠા ના કાર્યપાલ એન્જિનિયર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે બીજી તરફ સ્થળ પર વિઝીટ દરમ્યાન મન પાના અધિકારી અને પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા કમિશનરે સૂચનો પણ કર્યા હતા અને ઝડપીભેર કામગીરી કરવા ખાસ સુચના પણ આપી હતી તેમજ શહેરના નાગરિકોને પીવાના પાણીમાં કોઈપણ વિક્ષેપ ઊભો ન થાય તેની પણ ખાસ સુચના આપી હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news