માઉન્ટ આબુમાં એક જ રાત્રિમાં લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી ગગડયુ,-૩.૪ ડિગ્રી નોંધાયું
માઉન્ટ આબુમાં મંગળવારે લઘુત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી તાપમાન હતું. જે એક જ દિવસમાં પારો ૫ ડિગ્રી ગગડી ગયો હતો. અને -૩.૪ ડિગ્રીએ સર્વત્ર બરફની ચાદર છવાઇ હતી. હાડ થિજાવતી ઠંડીના પગલે પર્યટકો ઠુંઠવાયા હતા. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મંગળવારે લઘુત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી તાપમાન નોંધાતા શિતલહેર પ્રસરી છે. જ્યારે બીજા દિવસે બુધવારે લઘુત્તમ તાપમાન ૫ ડિગ્રી ઘટીને માઇનસ ૩.૪ ડિગ્રીએ પહોંચ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ‘અરબી સમુદ્રમાંથી આવતા પવન અને સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે આબુ દિવસભર ધુમ્મસ રહ્યું હતું. જેના કારણે સવારે ૧૦૦ મીટરથી ઓછી વિઝીબિલિટી જાેવા મળી હતી. માઉન્ટનું લઘુતમ તાપમાન માઈનસ ૩.૪ રહ્યું હતું.
જેના પગલે ખુલ્લા મેદાનો તેમજ બગીચાઓમાં બરફની ચાદર પથરાઇ હતી. શીત લહેર પ્રસરી જતાં પર્યટકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. તેમજ બનાસકાંઠાવાસીઓ પણ ઠંડીથી ઘરમાં પુરાયેલા રહ્યા હતા. માઉન્ટ આબુની સાથે જિલ્લાના આબુરોડ, સિરોહી, સ્વરૂપગંજમાં પણ ઠંડીનો પ્રકોપ છે. લઘુત્તમ તાપમાન દરેક જગ્યાએ ૧૦ ડિગ્રી કરતા ઓછું હોય છે. તે જ સમયે, માવથ પછી જાવલ, બરલૂટ અને કલંદ્રી સહિતના ઘણા સ્થળોએ ઝાકળ જાેવા મળી હતી.