રાજ્યના અનેક જિલ્લાઓમાં ૪થી ૬ જૂન દરમ્યાન મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ૨૦ જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના અનેક જિલ્લાઓમાં ૪થી ૬ જુન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ દક્ષિણ પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ચાર જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, દાહોદ, આણંદ, ભાવનગર, અમરેલી, ૫ જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દિવમાં ૩૦થી૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે.

અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી માહોલ બન્યા પહેલાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા માંડ્યું છે. જેના કારણે બફારો અને ઉકળાટ વધ્યો છે. તૌકતે વાવાઝોડાના પગલે પડેલા ભારે વરસાદના પગલે રાજકોટ અને સુરેન્દ્રનગર સિવાયના રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન હજુ સુધી ૪૦ ડિગ્રીથી નીચે નોંધાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news