રાજ્યમાં ૧૧થી ૧૩ જૂન દરમ્યાન ચોમાસાના આગામનની હવામાન ખાતાની આગાહી
ગુજરાતમાં બફારાના પ્રમાણમાં પ્રતિદિવસ વધારો થઇ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતનાં કેટલાક ભાગોમાં તારીખ ૧૧થી ૧૩ જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનું આગમન થઇ શકે છે. ત્યારે રાજ્યનાં અનેક વિસ્તારોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. જેના કારણે હજી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરથી ગુજરાતમાં ગરમ પવનનું જોર વધતાં ગરમી સાથે બફારો અનુભવાઇ રહ્યો છે. ૧૧ જૂનથી બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થશે, જેને કારણે ૧૪ જૂન સુધી દક્ષિણ ગુજરાતમાં અને ૧૫થી ૨૫ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘બંગાળની ઉત્તર ખાડી અને તેની આસપાસ ૧૧ જૂને આ સ્થિતિને કારણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતના કેટલાક ભાગોમાં ૧૧થી ૧૩ જૂન દરમિયાન આગમન કરી શકે છે.’ લો પ્રેશર સર્જાશે. ૧૦ જૂનથી અરેબિયન સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમ દિશાના પવન વધુ તેજ ગતિએ ફૂંકાશે.