હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુઃ દેશના આ રાજ્યોમાં વરસાદ,વીજળી પડવાની શક્યતા

દેશના કેટલાક ભાગોમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારોમાં ગર્જના સાથે વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લક્ષદ્વીપ, તમિલનાડુ, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ અને દક્ષિણ કર્ણાટક અને કરાઈકલમાં છૂટાછવાયા વરસાદની સાથે વીજળી પડવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી ૪ દિવસો સુધી તેલંગણા, તટીય અને ઉત્તર આંતરિક કર્ણાટક અને કેરળમાં વરસાદ જોવા મળી શકે છે. આજે કેરળ અને માહેમાં ભારે વરસાદની શક્યતા છે. જો કે તટીય કર્ણાટક તેમજ કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન એજન્સી સ્કાઈમેટે બેંગલોરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે, કાલ સુધી ધીરે ધીરે વરસાદનુ જોર ઘટી શકે છે. જ્યારે ૧૦ સપ્ટેમ્બર પછી મોટી રાહત મળવાની સંભાવાના છે અને બેંગલોરમાં તડકો નીકળી શકે છે.

આ ઉપરાંત ઉત્તરી કર્ણાટકના કેટલાક વિસ્તારો, તટીય આંધ્રપ્રદેશ તેમજ તેલંગણામાં ૯ અને ૧૦ સપ્ટેમ્બરે ભારે વરસાદને લઈને ચેતવણી આપી દેવામાં આવી છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ૯થી ૧૧ સપ્ટેમ્બરની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમયે ગર્જના સાથે વીજળી પડવાની સંભાનવા પણ છે. આગામી ૪ દિવસો દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના વધુ પડતા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને ૧૦ તેમજ ૧૧ સપ્ટેમ્બરે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં ૧૦ અને ૧૧ સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. આ પહેલાં થયેલા વરસાદના કારણે વિસ્તારમાં વાહનોની અવરજવર અને જનજીવન ઠપ થઈ ગયું હતું. કાંગડા જિલ્લાની ૧૨ અને કુલ્લૂમાં ૯ તેમજ મંડી-શિમલા-સોલનના બે-બે રસ્તાઓ બંધ રહ્યા હતા. હવામાન વિભાગે બિહારમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. આઈએમડીએ પાટનગર પટના, સિવાન, સારણ, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, મુજફ્ફરનગર, વૈશાલી, પૂર્વ ચંપારણ અને પશ્ચિમી ચંપારણ સહિત ૧૦ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવાામાં આવ્યું છે. આ દરમિયાન વિસ્તારોમાં વીજળી પડવાની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં હવામાન સામાન્ય રહેશે. જાણકારી અનુસાર, મહીના દરમિયાન દેશાન કેટલાય રાજ્યોમાં ભારે વરસાદે કહેર મચાવ્યો હતો. પરંતુ હવે ચોમાસાનું જોર ધીમે-ધીમે ઘટી રહ્યુ છે પરંતુ વરસાદ હજુ પણ વિરામ નથી લઈ રહ્યો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news