ગુજરાત સહિત આ રાજ્યોમાં એપ્રિલથી જૂન સુધી વધશે પારો : ભારતીય હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગ એ દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલ અને જૂન વચ્ચે તીવ્ર ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે શનિવારે (એપ્રિલ ૧) જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગો અને દ્વીપકલ્પના ક્ષેત્રને બાદ કરતાં દેશના મોટાભાગના ભાગોમાં એપ્રિલથી જૂન દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતા છે.

આ દરમિયાન મધ્ય, પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગો સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. આઈએમડીએ કહ્યું કે ૨૦૨૩માં ગરમીની સીઝન (એપ્રિલથી જૂન) દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પ ભારત અને ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક ભાગને છોડીને દેશના મોટા ભાગમાં ગુરૂત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે.

આઈએમડીએ કહ્યું કે એપ્રિલમાં ઓછામાં ઓછા ૧૦ રાજ્યોમાં હીટવેવ અનુભવ હોવાની સંભાવના છે. હવામાન વિભાગનું કહેવું છે કે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણામાં પ્રચંડ ગરમી પડવાની આશંકા છે.

હીટવેવની જાહેરાત ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ કેન્દ્રનું ગુરૂત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું ૪૦ ડિગ્રી સેલ્સિયસ, સમુદ્ર વિસ્તારમાં ઓછામાં ઓછું ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને પર્વતીય ક્ષેત્રમાં ઓછામાં ઓછું ૩૦ ડિગ્રી સેલ્સિયસ પહોંચી જાય છે અને સામાન્ય તાપમાનથી વિચલન ઓછામાં ઓછું ૪.૫ ડિગ્રી સેલ્સિયસ વધુ હોય. આઈએમડી અનુસાર ભારતમાં ૧૯૦૧ બાદથી ૨૦૨૩માં ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમી રહી. પરંતુ સાથે પશ્ચિમી વિક્ષોભને કારણે સામાન્યથી વધુ વરસાદને લીધે માર્ચમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. માર્ચ ૨૦૨૨ અત્યાર સુધીનો સૌથી ગરમ અને ૧૨૧ વર્ષમાં ત્રીજું સૌથી સૂકુ વર્ષ હતું. વર્ષ ૧૯૦૧ બાદથી પાછલું વર્ષ દેશનું ત્રીજુ સૌથી ગરમ એપ્રિલ, અગિયારમું સૌથી ગરમ ઓગસ્ટ અને આઠમો સૌથી ગરમ સપ્ટેમ્બરમાં જોવા મળ્યું હતું. ભારતમાં એપ્રિલમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ૧૯૭૧થી ૨૦૨૦ સુધી એકત્રિત આંકડા અનુસાર એપ્રિલમાં દેશમાં એવરેજ ૩૯.૨ મિલીમીટર વરસાદ થયો. ઉત્તર પશ્ચિમી, મધ્ય અને પ્રાયદ્વીપીય ક્ષેત્રના મોટા ભાગમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે, જ્યારે પૂર્વી અને પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની સંભાવના છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news