મનોજ જૈન ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત
અમદાવાદ: દેશની અગ્રણી CGD કંપની ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે મનોજ જૈનને 01 જાન્યુઆરી, 2024થી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના 34 જિલ્લાઓમાં ગેસનું વિતરણ કરવા માટે અધિકૃત CGD કંપની ટોરેન્ટ ગેસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે મનોજ જૈનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે, કંપનીએ આજે અહીં જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. જૈન અગાઉ ફેબ્રુઆરી 2020થી ઓગસ્ટ 2022 સુધી ગેઈલ (ઈન્ડિયા) લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે.
જૈનની નિમણૂક અંગે ટિપ્પણી કરતાં, ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સમીર મહેતાએ જણાવ્યું હતું કે, “અમને અમારા ગેસ બિઝનેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે જૈનની નિમણૂક કરતાં આનંદ થાય છે. તેઓ તેલ અને ગેસ ઉદ્યોગ ક્ષેત્રે અત્યંત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ટૂંકા ગાળામાં, ટોરેન્ટ ગેસ ભારતની અગ્રણી CGD કંપનીઓમાંની એક તરીકે ઉભરી આવી છે અને અમને વિશ્વાસ છે કે જૈન તેમના બહોળા અનુભવ સાથે ટોરેન્ટ ગેસને નવી ઊંચાઈઓ પર લઈ જશે.”