રાજ્યમાં આગામી ૩ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી ત્રણ દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. તો તો સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદની સંભાવના સેવાઈ રહી છે. જો કે હવામાન વિભાગે ૩૧ મી જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે લો પ્રેશનર સક્રિય થતા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ૨ તારીખ બાદ વરસાદનું જોર વધતા કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો હાલમાં  ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે. રાજ્યમાં હજુ પણ ૨૯ ટકા વરસાદની ઘટ હોવાનો હવામાન વિભાગનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news