જસ્ટીસ જે.બી. પારડીવાલા અને સુધાંશુ ધુલિયાની સુપ્રિમ કોર્ટના જજ તરીકે નિમણૂક, આજે સપથ ગ્રહણ કરશે
ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સત્તાવાર રીતે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન જારી કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમની ભલામણ કરી હતી. જે માન્ય રાખવામાં આવી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાના નેતૃત્વ હેઠળના 5 સભ્યોના કોલેજિયમે આ ભલામણો કરી હતી. જસ્ટિસ ધુલિયા અને જસ્ટિસ પારડીવાલાની નિમણૂક સાથે, હવે કોર્ટ તેની સંપૂર્ણ તાકાત સાથે કામ કરશે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે બી પારડીવાલાની સુપ્રિમ કોર્ટના જસ્ટિસ તરીકે આજ રોજ શપથ ગ્રહણ કરશે.
ત્યારે જસ્ટિસ પારડીવાલાએ કહ્યુ હતુ કે, નેતાઓ એમની આવડત અને ક્ષમતાઓને કારણે આશિંક રીતે સફળ થાય છે, પરંતુ વધુ મહત્વની બાબતએ છે કે લોકો તમારામા આપેલો વિશ્વાસ છે. હાઇકોર્ટમાં સાડા અગિયાર વર્ષ, હું ગુજરાતને તેના નાગરિકો માટે વધુ સારુ સ્થાન બનાવવવાની મારી જરૂરિયાતથી પ્રેરિત હ્તો અને આ જરૂરિયાતને રોજે રોજ લોકોના સમુદાયના મારામા રહેલા અવિશ્વસનીય વિશ્વાસને કારણે વેગ મળ્યો હતો.