રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ ચાર દિવસ વરસાદ પડે એવી શક્યતાઃ હવામાન વિભાગ

અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના કુલ આઠ શહેરોમાં તાપમાન ૪૨ ડિગ્રી પહોંચી જતાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત બીજા દિવસે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૨.૯ ડિગ્રી નોંધાયું છે. તે ઉપરાંત હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થન્ડર સ્ટ્રોમની આગાહી કરી છે. અમદાવાદમાં આજે સાંજે કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. વીજળીના ચમકારા અને ૪૦ કિ.મીની ઝડપે પવન ફુંકાશે.

રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન ઉત્તર ગુજરાતના ડિસામાં ૪૩.૧ ડિગ્રી નોંધાતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે મંગળવારે અમદાવાદ, ડિસા, ગાંધીનગર,વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર અને ભુજમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો છે. બીજી તરફ ભાવનગર અને ઓખામાં તાપમાન સાવ ગગડી ગયું હતું. અચાનક જ તાપમાનનો પારો ૨૭ ડિગ્રીની નીચે પહોંચી ગયો હતો.

રાજ્યમાં ગરમી તેમજ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ સહિતનાં કેટલાંક શહેરોમાં ગરમીનું પ્રમાણ ૩થી ૪ ડીગ્રી સુધી વધી શકે છે, એટલે કે તાપમાન ૪૧ ડીગ્રીથી વધી ૪૩થી ૪૪ ડીગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, વલસાડ સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં મંગળવારે રાતના ૯ વાગ્યે અચાનક જ ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો, જેને પગલે છાપરાં ઊડીને રસ્તા પર પડ્યાં હતાં. ભારે ધૂળની ડમરીઓ ઊડી હતી. પવન ફૂંકાવાને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. જોકે નાઈટ કફ્ર્યૂ અમલમાં હોવાથી મોટા ભાગનાં શહેરીજનો ઘરમાં જ હતાં, પરંતુ ઘરની બારીઓ-બારણાંઓ જોરથી અથડાવા લાગ્યાં હતાં તેમજ ઘરોમાં ધૂળ ઊડીને આવી ગઈ હતી તેમજ કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ થઈ હતી. વરસાદી માહોલ થઈ ગયો હતો. લગભગ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news