ઉત્તર ભારતમાં અસહ્ય ઠંડી પડી શકે
ચોમાસાની સીઝન પૂરી થયા પછી દેશમાં હાલમાં શુષ્ક સમયગાળાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં દેશના અગ્રણી કોલસા ઉત્ખનન ક્ષેત્રોએ પૂરની સ્થિતિનો સામનો કરવાનો આવતા દેશના વીજ ઉત્પાદનમાં અવરોધ સર્જાયો હતો. મૌસમ વૈજ્ઞાાનિક નિર્દેશક ટોડ ક્રોફર્ડના જણાવ્યા મુજબ લા નીનાની ઘટનાઓ ઉપરાંત તાપમાનનો પારો નીચે લઈ જતાં અન્ય પરિબળો પણ છે. તેઓ ઉત્તરપૂર્વ એશિયામાં શિયાળા પર અસર પાડી શકે છે. જળવાયુ પરિવર્તનના લીધે આર્કટિકના કારા સાગરમાં બરફના પ્રમાણમાં ઘટાડો થયો છે. તે ક્ષેત્રને ઊંચા તાપમાનના દબાણમાંથી છૂટકારો પૂરો પાડવામાં ફાળો આપી શકે છે. તે સમગ્ર ઉત્તરપૂર્વ એશિયામાં જબરજસ્ત ઠંડીનો સંકેત પાઠવે છે, જે ગયા વખતે જાેવા મળી છે.ઉત્તરપૂર્વ એશિયામાં આ વખતે ગાત્રો ગાળી નાખતી ઠંડી પડી શકે છે.
ભારતની વાત કરીએ તો જાન્યુઆરી અને ફેબુ્રઆરીમાં દેશના કેટલાક ઉત્તરી વિસ્તારોમાં તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી શકે છે.પ્રશાંત ક્ષેત્રમાં લા-નીના ઉભરી રહ્યું છે. વાતાવરણની આ સ્થિતિ માટે લા નીનાને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે તેનો અર્થ થાય છે ઉત્તરીય ગોલાર્ધમાં તાપમાન સામાન્યથી નીચું રહેવું. આ પરિસ્થિતિએ પ્રાદેશિક હવામાન સંસ્થાઓને શિયાળામાં ગાત્રો ધુ્રજાવતી ઠંડી પડવાની આગાહી કરવા માટે પ્રેરી છે.
તેના લીધે હવામાન ખાતાઓએ અત્યારથી જ આકરી ઠંડીની ચેતવણી જારી કરવા માંડી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ કેટલાય દેશ અને તેમા પણ ખાસ કરીને ચીન ઇંધણની ઊંચી કિંમતો અને વીજળીના સંકટનો સામનો કરી રહ્યું છે. કોલસા અને ગેસના ભાવ ઊંચાઈ પર છે. ડેટા પ્રોવાઇડર ડીટીએનમાં વાતાવરણની પ્રવત્તિઓના નાયબ વડા રેની વાંડેવેગે જણાવ્યું હતું કે અમે આશા રાખી રહ્યા છીએ કે સમગ્ર ઉત્તરપૂર્વ ેએશિયામાં આ વખતે શિયાળામાં તાપમાન સામાન્યથી નીચું રહેશે. ભારતમાં જાન્યુઆરી-ફેબુ્રઆરીમાં ઉત્તરના ભાગમાં તાપમાનનો પારો ત્રણ ડિગ્રી સુધી નીચે ઉતરી શકે છે. ભારતમાં અન્ય દેશોથી વિપરીત શિયાળામાં ઊર્જાનો વપરાશ ઘટી જાય છે, કેમકે ઊર્જા વપરાશની માંગ ઘટી જાય છે.