ઇન્ટરનેશનલ લેબર ડે : આજે વિશ્વભરમાં મજૂર દિવસની થશે ઉજવણી
કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.
મજૂર દિવસ અનેક વર્ષોથી પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે. એક મે ના રોજ લેબર ડે દુનિયાભરમાં ઈંટરનેશનલ વર્કર્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ના રૂપમાં ઉજવાય છે. 1 મે દિવસના રૂપમં લેબર ડેને કામકાજી લોકો અને મજૂરો માટે ઉજવાય છે.
લેબર ડેની શરૂઆત 19મી સદીના અંતમાં થઈ હતી જ્યારે અમેરિકામાં ટ્રેડ યૂનિયન અને મજૂર આંદોલન ઝડપથી આગળ વધી રહ્યુ હતુ. ભારત સહિત અનેક દેશોમાં લેબર ડે એક પબ્લિક હોલિડે હોય છે. જો કે તેને એટલુ મહત્વ નથી આપવામાં આવતુ જેટલુ પહેલા અપાતુ હતુ.
1 મે 1886ના રોજ અમેરિકાના મજૂર સંઘોએ હડતાલ કરી હતી. આ હડતાલનું કારણ હતુ કે મજૂર સંઘોએ નિર્ણય કર્યો હતો કે તે આઠ કલાકથી વધુ કામ નહી કરે. આ હડતાલ દરમિયાન શિકાગોના હેમાર્કેટ ચારરસ્તા પર એક શાંતિપૂર્ણ રેલી કાઢવામાં આવી હતી. મજૂરોની આ હડતાલ વચ્ચે શિકાગોમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને આ ભગદડ વચ્ચે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે મજૂરો પર ગોળી ચલાવી દીધી જેનાથી અનેક મજૂરોના જીવ ગયા. આ કાંડને હેમાર્કેટૅ નરસંહારના રૂપમાં પણ ઓળખાય છે.
ભારતમાં ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા મોટા પાયે પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સંકલ્પ પાસ કરાવીને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસ રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે પણ ભારતમાં મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં. જેમાં દત્તાત્રેય નારાયણ સામંત ઉર્ફે ડોક્ટર સાહેબ અને જ્યોર્જ ફર્નાન્ડિસ પણ સામેલ હતાં.