પ્રાકૃતિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો કર્યો

કેન્દ્ર સરકારે મહત્વનો ર્નિણય લઈને પ્રાકૃતિક ગેસની કિંમતમાં ૬૨ ટકાનો વધારો કર્યો છે. ગુરૂવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં તેની જાણકારી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પ્રાકૃતિક ગેસની કિંમતો વધવાના કારણે કેન્દ્રએ આ પગલું ભર્યું છે. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્ષ અલગ અલગ હોય છે અને તેના હિસાબથી એલપીજીની કિંમતોમાં પણ તફાવત હોય છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિગ્રા વજનવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ૪૩.૫ રૂપિયાનો વધારો કરી દીધો છે. જ્યારે ૧૪.૨ કિગ્રા વજનવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ જ ફેરફાર નથી થયો.

પહેલી ઓક્ટોબરથી દિલ્હીમાં ૧૯ કિગ્રા વજનવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ૧,૬૯૩ રૂપિયાથી વધીને ૧,૭૩૬.૫૦ રૂપિયા થઈ ગઈ છે. કોલકાતા ખાતે તેની કિંમત ૧,૮૦૫.૫ રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં ૧,૬૮૫ રૂપિયા અને ચેન્નાઈમાં ૧,૮૬૭.૫ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં સિલિન્ડરની કિંમતમાં ૭૫ રૂપિયાનો વધારો થયો હતો.  દિલ્હીમાં ૧૪.૨ કિગ્રા વજનવાળો સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર ૮૮૪.૫ રૂપિયામાં મળી રહ્યો છે. કોલકાતા ખાતે તેની કિંમત ૯૧૧ રૂપિયા છે. મુંબઈમાં તે ગ્રાહકો માટે ૮૮૪.૫ રૂપિયામાં ઉપલબ્ધ છે અને ચેન્નાઈમાં તેની કિંમત ૯૦૦.૫ રૂપિયા છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news