રાજકોટમાં આવાસ યોજનામાં મહિલાઓ દ્વારા પાણી ન મળતા હોબાળો કર્યો

ઉનાળો આવતા જ પાણીની બૂમો ઉઠવી રાજકોટ માટે જાણે સામાન્ય વાત છે. રાજકોટમાં પહેલેથી જ ઉનાળામાં પાણીની અછત સર્જાવાના એંધાણ હતા. પરંતુ રાજકોટમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલા વીર સાવરકર આવાસ યોજનામાં ૧૦૦૦ આવાસમાં માત્ર ૪ જ ટેન્કર દરરોજ આપવામાં આવે છે.

આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યા ભોગવી રહ્યા છે. જેના કારણે રહીશોને રોજીંદા કામોમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા ૭ વર્ષથી વીર સાવરકર આવાસ યોજનામાં પાણી નિયમિત આવતું નથી જયારે જવાબદાર અધિકારીઓ ઉડાઉ જવાબ આપી સમસ્યાનું સમાધાન ન લાવતા નથી. આમાં આમારે ક્યાં જવું ? કોને ફરિયાદ કરવી.

એક તરફ રાજકોટમાં ઉનાળાનો આકરો તાપ શહેરીજનોને ત્રસ્ત કરી રહ્યો છે. બીજી તરફ શહેરમાં વીર સાવરકર આવાસ યોજનામાં પાણીની પારાયણ શરુ થઈ ગઈ છે. આવાસ યોજનાના રહીશોને છેલ્લા ઘણાં સમયથી પાણી ન મળતા તેઓ પરેશાન થઈ ગયા છે. રોષે ભરાયને આવાસ યોજનાના પાર્કિંગમાં મહિલાઓએ હોબાળો મચાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી અને મહિલાઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news