કર્ણાટકના ચિક્કાબલ્લાપુર નજીક NH ૪૪ પર ભયકંર અકસ્માત, ૧૨નાં મોત

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૧૨ લોકોના મોત થયા છે. આ અકસ્માત ગુરૂવારે સવારે ૭.૧૫ વાગ્યે NH ૪૪ પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો હતો. આ ઘટનામાં ૧૨ના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકોમાં ૮ પુરુષો અને ૪ મહિલાઓનો સમાવેશ થાય છે.

નેશનલ હાઈવે ૪૪ પર સામેથી આવી રહેલી ટાટા સુમોએ ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. ટેન્કર અને સુમો વચ્ચેની અથડામણ બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે કાર ચાલક રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કરને જાઈ શક્યો ન હતો અને તેની સાથે અથડાઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news