ભારતના સપૂત નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, રચી ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદીઓની ભવ્ય ઉજવણી

ભારતના સપૂત નીરજ ચોપડા દ્વારા ઇતિહાસ રચતા અને ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદીઓએ ગોલ્ડ મેડલને અવકારતા આતશબાજી સાથે મીઠાઇ ખવડાવી ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં ભૂલકાઓથી લઇ વૃદ્ધો પણ જોડાયા હતા.

ટોકિયો ખાતે ઓલિમ્પિકમાં ભારતના લાલ નીરજ ચોપરાએ પહેલો ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવતા સમગ્ર ભારતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો દ્વારા આતશબાજી સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના ખોખરા મેથોડિસ્ટ ચર્ચની સામે રમતગમત પ્રેમીઓએ પણ આતશબાજી અને મિઠાઈથી એકબીજાને મો મીઠું કરાવીને ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં બાલ અબાલ સૌ કોઈ નાગરિકો જોડાયા હતા.

હાથમાં તિરંગા સાથે અને વંદે માતરમના નારા લગાવી નીરજ ચોપરા ઝિદાબાદના પોકારથી વિસ્તારને ગજવ્યો હતો. 13 વર્ષ બાદ ટોકિયો ઓલિમ્પિકમાં પ્રથમ વાર ભારતને ભાલા ફેંકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને ભારતનું ગૌરવ વધાર્યું છે જેના માટે દરેક ભારતીયને ગર્વ છે.