આગામી ૨૪ કલાકમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૨૪ કલાક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ૭ દિવસ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે જૂનાગઢ, જામનગર, પોરબંદર, રાજકોટ, ભાવનગર, વલસાડ, દમણ, દાદર નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત રિજયન સહિત રાજ્યમાં છુટોછવાયો ભારે વરસાદ ખાબકી શકે છે. તો આ તરફ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ આણંદ, અમદાવાદ, ખેડામાં ભારે વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે અને અમદાવાદ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સ્પેસ ટ્રફ ગુજરાત તરફથી જતું હોવાથી અને અન્ય એક સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીના પગલે ૪ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news