રાજ્યમાં આગામી ૩ દિવસ ભારે વાવાઝોડાની આગાહી
સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી ૩ દિવસ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાન, પાકિસ્તાનમાં સક્ર્યુલેશનની અસર ગુજરાતમાં આગામી ૩ દિવસ જોવા મળશે. ગુજરાત રીજીયન, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવશે. રાજ્યમાં આગામી ૩ દિવસ ગરમીથી પણ રાહત મળશે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે દક્ષિણ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાનમાં સર્જાયેલા સક્ર્યુલેશનની અસર હવે ગુજરાતમાં આગામી ૩ દિવસ ભારે રહેશે. હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પલટો જોવા મળશે. આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વાવાજોડાની આશંકા સેવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે ૩૨થી ૪૦ પ્રતિ કલાક કિલોમીટરથી પવન ફૂંકાશે. રાજ્યમાં આગામી ૩ દિવસ સુધી ગરમીથી રાહત મળશે.
અત્રે નોંધનીય છે કે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થતાં તેજ પવન ફૂંકાયો હતો જેના કારણે શહેરમાં ધુળની ડમરીઓ ઉડી હતી.
હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે.
હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ , ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.