રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં પાછલા ૧૦ દિવસથી મેઘરાજા મહેર વરસાવી રહ્યાં છે..રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં ૮૨.૪૧ ટકા વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૯૨.૭૫ ટકા વરસાદ નોંધાયો, તો ઉત્તર ગુજરાતમાં માત્ર ૬૬.૫૩ ટકા જ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં હજુ ૩૩ ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ૮૨ અને કચ્છમાં ૮૭ ટકા વરસાદ પડ્યો છે..રાજ્યમાં હવે માત્ર ૧૭.૬૦ ટકા વરસાદની ઘટ છે. હવામાન ખાતાએ હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને જાેતા ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદની ઘટ આગામી સયમમાં પૂર્ણ થાય તેવી આશા છે

ગુજરાતમાં આગામી બે દિવસ તારીખ ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની  હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે  ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થઈ નથી પરંતુ વાવાઝોડું નબળું પડ્યા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસરથી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. નોર્થ ઈસ્ટ અરેબિયન સમુદ્ર પર દરિયાની સપાટીથી ૩.૧ કિલોમીટરની ઊંચાઈ પર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. તેના કારણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની શક્યતા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news