શું દરેક પ્રકારના ખાદ્યતેલ થયા સસ્તા!?, શું હવે બમણી મજા મળશે!?..
વિદેશી બઝારોમાં નોંધાયો છે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો… શું માની શકાય ખરા?.. અરે આ સાચું છે કે નહિ ખર નથી પણ જેની અસર દિલ્હીની બઝારમાં આયાતી તેલ અને તમામ સ્વદેશી તેલ તેલીબિયાં પર જોવા મળી છે. જેથી સરસવ, મગફળી, સોયાબીન, કપાસિયા, પામોલીન સહિતના તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો છે. બઝારથી માહિતગાર લોકોના મત મુજબ દરેક પ્રકારના તેલોના ભાવમાં ઘટાડો નોંધાયો હોવા છતાં ગ્રાહકોને તેનો કોઈ ફાયદો થયો નથી. તેનું મુખ્ય કારણ સરકારની આયાત નીતિ છે. સરકાર દ્વારા ‘ક્વોટા સિસ્ટમ’ લગાવવામાં આવી છે. જેથી અન્ય આયાત અટકી પડી છે.
બઝારમાં ઓછા જથ્થાને લીધે સૂર્યમુખી અને સોયાબીન તેલ પહેલા કરતા વધુ ભાવે ખરીદવું પડે છે. પહેલાના વર્ષમાં સોયાબીન અને પામોલીનના ભાવમાં જે અંતર ૧૦-૧૨ રૂપિયાનું હતું એ હવે વધીને ૪૦ રૂપિયા જેટલું થઇ ગયું છે. પામોલીન એટલું સસ્તું થઇ ગયું છે કે તેની સામે અન્યની કિંમત ઉંચી છે. આ જ કારણ છે કે, શિયાળામાં ખાદ્ય તેલોના ભાવ નીચે જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કપાસિયામાં પણ ભાવ અનિયંત્રિત છે. એક તો વિદેશી બજાર નીચું જઈ રહ્યું છે અને ખેડૂતો નીચા ભાવ મળવાને લીધે વેચાણ માટે ઓછો માલ ઠાલવી રહ્યા છે. જેથી જિનિંગ મિલોને પણ મુશ્કેલી પડી રહી છે. નાના ઉદ્યોગોની હાલત ખુબજ ખરાબ છે. ‘કોટા સિસ્ટમ’ ને લીધે ખેડૂતો, તેલ ઉદ્યોગ અને ગ્રાહકોને કોઈ રાહત મળે તેવું દેખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું નથી.
સૂત્રો પ્રમાણે જો માનવું હોય તો દેશ માટે મહત્વપૂર્ણમાં પ્રથમ ખેડૂત પછી ગ્રાહક અને અંતમાં ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ છે. આ દરેકના હિત માટે મોટી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ ક્વોટા સિસ્ટમને લીધે ખાદ્ય તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. દેશના મોટા તેલ સંગઠનોની જવાબદારી છે કે તેઓ સરકારને ખરી વાસ્તવિકતા જણાવે. ખાદ્ય તેલમાં આર્ત્મનિભરતા સ્થાપિત કરવા માટે ખુબજ મહેનત અને યોગ્ય પ્રયાસોની જરૂર છે. તેમજ તેલના વાયદા વેપાર પર લગામ જરૂરી છે. છેલ્લા અઠવાડિયે શુક્રવારના રોજના બંધ થયેલા ભાવ મુજબ જો જોવા જઈએ તો સરસવ દાણાનો ભાવ રૂ.૧૭૫ ઘટીને રૂ.૭૩૦૦ થી ૭૩૫૦ પર કવિન્ટલ પર બંધ થયો હતો. તેમજ સરસવ કાચી ઘાણી અને પાકી ઘાણીના ભાવ રૂ.૯૦-૯૦ ઘટીને ક્રમશ રૂ. ૨૩૮૦ થી ૨૨૫૦ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, પાછલા અઠવાડિયે સોઈયાબીન તેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોયાબીનના દાણા અને લુઝના જથ્થાબંધ ભાવ અનુક્રમે રૂ.૧૨૫ અને રૂ.૧૧૫ ઘટીને રૂ. ૫,૬૭૫-૫,૭૭૫ અને રૂ. ૫,૪૮૫-૫,૫૪૫ પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. સોયાબીનનો જથ્થાબંધ ભાવ રૂ.૯૦૦ ઘટીને રૂ.૧૪૨૦૦ પર બંધ રહ્યો હતો. તેમજ અન્ય બજારોમાં પણ ભાવો ઘટ્યા હતા. નવા પાકની આવકમાં વધારો થવાને કારણે અઠવાડિયાના અંતમાં સીંગતેલ અને તેલીબિયાંના ભાવમાં ઘટાડો નોંધાયો. જેમાં મગફળી તેલીબિયાંનો ભાવ રૂ. ૨૨૫ ઘટીને રૂ. ૬,૫૮૫-૬,૬૪૫ પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો.
અગાઉના ભાવની સરખામણીએ ગુજરાતમાં સીંગતેલ રૂ.૫૨૦ ઘટીને રૂ.૧૩૮૫૦ પ્રતિ ક્વિન્ટલ બંધ થયો. જ્યારે મગફળી સોલવન્ટ રિફાઇન્ડ રૂ.૭૫ ઘટી રૂ. ૨,૪૪૫-૨,૭૦૫ પ્રતિ ટીન બંધ રહ્યો હતો. પામોલીન તેલના ભાવમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો હતો. તેના ભાવમાં રૂ.૪૫૦ ના ઘટાડા સાથે રૂ.૮૫૫૦ નોંધાયો હતો. તેમજ પામોલીન દિલ્હીનો ભાવ રૂ.૫૦૦ ઘટીને રૂ.૧૦,૩૦૦ થઇ ગયો છે. પામોલીન કાન્ડલાનો ભાવ રૂ.૪૦૦ ઘટીને રૂ.૯૪૦૦ નોંધાયો છે.