ઘરેલૂ, વાણિજ્યિક અને સંસ્થાકીય ગ્રાહકોને લગભગ 24/7 વીજ પુરવઠા સાથે ગુજરાત ઉચ્ચ સ્થાન ધરાવે છેઃ સ્માર્ટ પાવર ઈન્ડિયા અભ્યાસ
સ્માર્ટ પાવર ઈન્ડિયા (SPI)એ “ઇલેક્ટ્રિસિટી એક્સેસ એન્ડ બેંચમાર્કિંગ ઑફ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝ” પરના નીતિ આયોગ અને રોકફેલર ફાઉન્ડેશન સાથેના તેના સંયુક્ત અભ્યાસના તારણોને જાહેર કર્યાં છે. અભ્યાસ 10 રાજ્યોમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાંથી વિવિધ ગ્રાહક શ્રેણીઓ જેવી કે ઘરેલૂ, કૃષિ, વાણિજ્યિક સાહસો અને સંસ્થાઓમાંથી 25000થી વધુ ઉત્તરદાતાઓના નમૂનાઓનો સમાવેશ થાય છે. તે વીજ ગ્રાહક અને પુરવઠા પક્ષ એટલે કે બન્ને વિતરણ ઉપયોગીતાના માંગ પક્ષો તરફથી આંતરદ્રષ્ટિ મેળવે છે. ભારતમાં 100 ટકા ઘરેલૂ વીજકરણ પ્રાપ્ત કર્યાના લગભગ બે વર્ષ બાદ આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ મુખ્યત્વે ભારતમાં વિવિધ રાજ્યોમાં વીજ વપરાશની સ્થિતિનું મૂલ્યાંકન કરે છે, બેંચમાર્ક વિતરણ ઉપયોગિતાઓની વીજ પહોંચ પૂરી પાડવા માટેની ક્ષમતા અને ડિસ્કોમ્સને તેમની સંપૂર્ણ સંભાવનાને સમજવામાં સહાય માટે ભલામણો પ્રદાન કરે છે.
અભ્યાસના જાહેર તારણો પર ટિપ્પણી કરતા જયદીપ મુખર્જી, સીઈઓ, સ્માર્ટ પાવર ઈન્ડિયાએ જણાવ્યું, “તાજેતરના વર્ષોમાં ભારત પોતાના નાગરિકોને વીજ વપરાશ પૂરો પાડવા માટે એક અગ્રણી તરીકે ઉભરી આવ્યો છે, જે પાછલા 20 વર્ષોમાં 59.4%થી લગભગ 100% ઘરોમાં ગ્રિડ કનેક્શનનો વિસ્તાર કરવા માટે વપરાશના દરને બમણો કરી રહ્યો છે. પુરવઠાની ઘટને ઘટાડવા માટે વીજ ઉત્પાદન વધારવું, વીજ પુરવઠા મૂળભૂત ઢાંચાના કરોડરજ્જુને મજબૂત બનાવવા અને વિવિધ ગ્રાહકોના ક્ષેત્ર માટે અંતિમ માઇલ જોડાણની ખાતરી સહિતના અનેક પ્રયત્નો દ્વારા આ શક્ય બન્યું છે. જોકે, 100 ટકા ઘેરલૂ વીજકરણ પ્રાપ્ત કરવા છતાં વિશ્વસનીય અને સસ્તા વીજ પુરવઠા સુધી પહોંચ આજે પણ એક મોટો પડકાર બનેલો છે. હવે વીજ વપરાશની સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને અવરોધોને દૂર કરવા માટે એક કાર્ય યોજના તૈયાર કરવાનો સમય આવી ગયો છે.”
ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરતા આ અહેવાલે રાજ્યમાંથી આશરે 1600થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા હતા. ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જે ગ્રાહકોની ત્રણેય શ્રેણીઃ ઘરેલૂ, વાણિજ્યિક અને સંસ્થાઓને લગભગ 24 કલાક વીજ પુરવઠો પ્રદાન કરી રહ્યું છે. ગુજરાતના તમામ ચાર વિતરણ ઉપયોગિતા માટે કૃષિ ગ્રાહકોને વીજ પુરવઠાના અંકને સમાવિષ્ટ કરાતા રાજ્યના વીજ પુરવઠાના કલાકોની કુલ સંખ્યા 10 કલાક સુધી ઘટી જાય છે. ગુજરાત પશ્ચિમ એકમાત્ર વિતરણ ઉપયોગિતા છે, જેના માટે ચાર શ્રેણીઓ (ઘરેલૂ, કૃષિ, વાણિજ્યિક અને સંસ્થાકીય)માંથી દરેકમાં 100% ગ્રાહકોએ ઝીરો વોલ્ટેજમાં વધઘટ નોંધાઇ છે. ગુજરાત પશ્ચિમ, ગુજરાત ઉત્તર અને એપી ઈસ્ટ અનુક્રમેઃ 100%, 86% અને 84% ઘરેલૂ ગ્રાહકો સાથે ઘરેલૂ શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે, જેમાં ઝીરો વોલ્ટેજની વધઘટ નોંધાઇ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને એમપી સેન્ટ્રલ માત્ર ત્રણ વિતરણ ઉપયોગિતાઓ છે, જેના માટે સંસ્થાકીય ગ્રાહકોએ વીજળી સાથે સંબંધિત દુર્ઘટનાઓની શૂન્ય ઘટનાઓના અહેવાલ આપ્યા છે. 100% (પશ્ચિમ ગુજરાત) અને 80% (દક્ષિણ ગુજરાત) કૃષિ ગ્રાહકોની ફરિયાદોને ગત એક વર્ષમાં 3 કલાકની અંદર ઉકેલવા માટે કૃષિ શ્રેણીમાં પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત ટોચ પર છે.
આ અભ્યાસ ગ્રિડ કનેક્ટિવિટી, વીજ વપરાશ, ગ્રાહકોનો સંતોષ અને વિતરણ કરવાની ઉપયોગિતાની સ્થિતિ પર મહત્વપૂર્ણ તારણો ઉજાગર કરે છે.
- ગ્રિડ કનેક્ટિવિટી
આ અભ્યાસમાં ભારતમાં વીજળીની સ્થિતિને સમજવા માટે મહત્વપૂર્ણ માપદંડો જેવા કે મૂળભૂત ઢાંચાની ઉપલબ્ધતા, પ્રકાશ અને વિજળીના વૈકસ્પિક સ્ત્રોત અને વીજ ગ્રીડમાંથી જોડાણ નહીં લેવાના કારણો પર વિચાર કરવામાં આવ્યો. લગભગ 92 ટકા ગ્રાહકોએ પોતાના વિસ્તારના 50 મીટરના અંતરમાં વીજળીના મૂળભૂત ઢાંચાની ઉપલબ્ધતાને જણાવી. જોકે, હુક-અપ દર સૂચવે છે કે જ્યાં વીજળીનો મૂળભૂત ઢાંચો ઉપલબ્ધ છે, ત્યાં પણ બધા ગ્રાહકો પાસે ગ્રિડ કનેક્શન નથી. કૃષિ અને સંસ્થાકીય ગ્રાહકો માટે હુક-અપ દર વિશેષ રીતે અનુક્રમે 70 ટકા અને 81 ટકા છે. પરંતુ આંશિક રૂપથી સૌભાગ્ય યોજનાના માધ્યમથી કરવામાં આવેલા હસ્તક્ષેપના કારણે ઘરેલૂ ગ્રાહક 96 ટકાની ઊંચી પહોંચનો આનંદ ઉઠાવે છે.
- વીજ વપરાશ
અભ્યાસે ઈન્ડિયન કોન્ટેક્સ્ટ (MTF-I) સુધી વીજ વપરાશને માપવા માટે વિશ્વ બેંકના મલ્ટિ-ટિયર ફ્રેમવર્ક (MTF)ને સુલભત પર એકંદર પ્રભાવને રેખાંકિત કરવા માટે અનુકૂળ કર્યું. એકંદરે, સર્વેક્ષણના 87% ઉત્તરદાતાઓએ કહ્યું કે તેઓ ગ્રીડ આધારિત વીજળીનો વપરાશ ધરાવે છે. બાકીના 13%, કાં તો વીજળી અને લાઇટિંગ માટે નોન-ગ્રિડ સ્ત્રોતોનો ઉપયોગ કરે છે અથવા કોઇ પણ વીજળીનો ઉપયોગ કરતા નથી. અભ્યાસ સૂચવે છે કે નોન-ગ્રિડ સ્ત્રોતોનો ઉપયોગ કરનારા તમામ ગ્રાહકોમાંથી મોટાભાગના 62 ટકા કૃષિ ગ્રાહક છે. આજે માત્ર 4 ટકા ઘરોમાં ગ્રિડ આધારિત વીજળી નથી.
- ગ્રાહક સંતોષ
અભ્યાસમાં જોવા મળ્યું છે કે કુલ 66% સર્વે કરાયેલા ગ્રાહક પોતાની ઉપયોગિતાની એકંદર સેવાઓથી સંતુષ્ટ છે. જોકે, શહેરી ગ્રાહકો (75%) અને ગ્રામીણ ગ્રાકો (63%) વચ્ચે સંતુષ્ટિના સ્તરમાં અંતર હતુ. ગ્રાહકોનો સંતોષના મુખ્ય ચાલકોમાં વીજળીની વિશ્વનીયતા, વીજળીની ગુણવત્તા, બિલિંગ અને સંગ્રહ પ્રક્રિયા અને કર્મચારીઓ દ્વારા અપાતી સેવાઓ (કર્મચારીગણ વ્યવહાર) સમાવિષ્ટ છે.
- વિતરણ માટેની ઉપયોગિતાની ક્ષમતા
માળખાગત ક્ષમતા અને સંચાલકીય તથા સંસ્થાકીય કાર્યક્ષમતા એ મુખ્ય પરિબળો છે, જે વિતરણ ઉપયોગિતાની ક્ષમતાને નિર્ધારિત કરે છે, જેથી વીજ વપરાશને નિરંતર જાળવી શકાય. ઉપરોક્ત પરિણામો પર 10 રાજ્યોની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતુ. ગુજરાતમાં ઉપયોગિતાને વિતરિત કરવાની ક્ષમતા છે, જેમાં તમામ ચાર સર્વે યોગ્ય ઉપયોગિતાઓમાં ટોચના ચાર રેંક પ્રાપ્ત કરે છે અને ક્ષમતાની તમામ ત્રણ શ્રેણીઓમાં ચોતરફૂ પ્રદર્શન પ્રદાન કરે છે. ઉત્તરપ્રદેશમાં ઉપયોગિતાઓની સરખામણીમાં ઘણી સારી કામગીરી બજાવી છે, તેની પાંચ ઉપયોગિતાઓમાંથી ત્રણમાં 20થી ઉપર અને યૂપી પૂર્વની રેકિંગ 25 છે.
- ઉપયોગિતાઓ માટે સ્થિરતાના ચાલકો
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વીજળીના વપરાશની એકંદર સ્થિતિ ગ્રાહકોના સંતોષના સ્તર સાથે મજબૂત રીતે સંબંધિત છે. વપરાશ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ઉપયોગિતાઓને ગ્રાહકોને સંતોષી રાખવા પર પણ વધુ સારી કામગીરી નિભાવી છે. વીજ ગુણવત્તા પણ ગ્રાહકોની સંતુષ્ટિમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, કારણ કે આ અધ્યયનમાં સંતુષ્ટ ગ્રાહકોએ ઓછી વોલ્ટેજ વધઘટ નોંધાવી હતી. વીજ કાપની સંખ્યામાં વીજ કાપની અગાઉની સૂચનાની સરખામણીમાં ગ્રાહકોના સંતોષ સાથે એક મજબૂત સંબંધ ધરાવે છે, પરંતુ બન્ને મહત્વપૂર્ણ છે. ડિસ્કોમ્સ (DISCOMs)નું નાણાકીય પ્રદર્શન મુખ્યત્વે ગ્રાહકોના સંતોષ અને વીજ વપરાશ પર આધારિત છે.
દિપાલી ખન્ના, મેનેજિંગ ડિરેક્ટર, એશિયા રિજનલ ઑફિસ, ધ રોકફેલર ફાઉન્ડેશનએ અવલોકન કર્યું, “લાખો અસંગઠિત વસ્તીમાં વીજ જોડાણોને સક્ષમ કરવામાં ભારતની સફળતા તમામ માટે ઉર્જા સુરક્ષા પ્રાપ્ત કરવા માટેની તેની મજબૂત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેમ જેમ ભારત વિશ્વસનીય અને સસ્તા વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે, તેમ તેમ વીજ વિતરણ ઉપોગિતાઓની ક્ષમતાનો નકશો, મૂલ્યાંકન અને બેંચમાર્ક કરવા માટેનો સારો સમય છે અને એક અબજ લોકોની વધતી ઊર્જા જરૂરિયાતોને પૂરી કરવા માટે તેમના એકંદર પ્રદર્શનને વધારવામાં મદદ કરે છે. વીજ ક્ષેત્રમાં વિકાસના આગામી તબક્કામાં વધતી આત્મનિર્ભરતા અને સંગઠનાત્મક કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સહાયક ઘરેલૂ નિયામક અને નીતિગત સુધારણાઓમાં આગેવાની કરવી જોઇએ.”
જેમ કે વીજ ક્ષેત્ર વધુ આત્મનિર્ભરતા અને સારી નાણાકીય સ્વસ્થતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે, વિતરણ અસરકર્તા અને ગ્રાહકોનો સંતોષ ક્ષેત્રના એકદંર પ્રદર્શનને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત, ઝડપી વીજ જોડાણ, ગ્રાહક જાગૃતતા અને વીજ સબસિડીનો ઉપયોગ, ગ્રાહકો માટે સસ્તુ ટેરિફ માળખુ, ગ્રાહક બંધનમાં વૃદ્ધિ અને સંગઠનાત્મક અને આપૂર્તિ બન્ને સ્તર પર સંચાલન ક્ષમતામાં વધારો જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ક્ષેત્રને પોતાની પૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરવામાં અને લાખો ગ્રાહકો પર પરિવર્તનકારી પ્રભાવ બનાવવામાં મદદ મળશે.