ગુજરાતનો પહેલો પ્રાઇવેટ સ્માર્ટ વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા જઇ રહ્યો છે
વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ અગ્રણી ઉદ્યોગકારો દ્વારા બનાવેલ લિમિટેડ કંપની છે. જેમાં શ્રી શૈલેશભાઇ પટવારી (પૂર્વ પ્રમુખ જીસીસીઆઇ) ચેરમેન અને અન્ય વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો આ સંસ્થાના ડિરેક્ટરો છે. ઉદ્યોગ સાહસિકોના અનુભવ અને તેમને પડતી તકલીફોના કારણે આ પાર્ક ગુજરાતનો પહેલો પ્રાઇવેટ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા જઇ રહ્યો છે.
જે ગુજરાતમાં વર્ષ 2030 સુધીમાં 25000 હેક્ટરમાં સ્માર્ટ ક્લસ્ટર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માંગે છે. જેમાં કેમિકલ્સ, ફર્નિચર, ટાઇલ્સ, એન્જીનીયરીંગ, ફાર્મા, પેપરમીલ, ટેક્સટાઇલ જેવા વિવિધ સેક્ટરોના પાર્ક બનાવાશે. વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડના ડિરેક્ટરો દ્વારા શરૂઆતમાં કેમિકલ્સ પાર્ક ખંભાત તાલુકામાં ગોલાણા ગામ પાસે કરવાની શરૂઆત કરી છે. આ પાર્કમાં 1000 હેક્ટરમાં અંદાજે 600 જેટલા વિવિધ ઉદ્યોગોને વિકાસ પામવાની તક મળશે. આ પાર્કમાં અતિઆધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેમિકલ્સથી પર્યાવરણના પ્રશ્નોનું સંપૂર્ણ સમાધાન કર્તા છે. જેના કારણે ઉદ્યોગકારોને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવામાં સરળતા રહેશે .
આ પાર્કમાં અતિઆધુનિક સી.ઇ.પી.ટી., સ્પ્રે ડ્રાયર, એમઇઇ, સોલવન્ટ, રિકવરી, સોલીડ વેસ્ટ સાઇટ, કો-પ્રોસેસ સેન્ટર, દરિયાના પાણીને શુધ્ધ કરવાનો પ્લાન્ટ, સોલર એનર્જી, કોમન બોઇલર વગેરે શક્ય તમામ સુવિધાઓ ઊભી કરવાની છે. ટૂંકમાં પાર્કમાંથી મહ્દઅંશે કોઇ વેસ્ટ બહાર નહીં જાય, જેના કારણે ઉદ્યોગકારોને તેમની ઉત્પાદન પ્રક્રિયા મોટા ભાગે સરળતાથી અને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે ઓછા ઉત્પાદન ખર્ચથી થશે. સૌથી વધારે આકર્ષણ – આખા એસ્ટેટની ઇ.સી.ની મંજૂરી લેવાનું કામ સોંપાઇ ગયેલ છે. જેનાથી કોઇ ઉદ્યોગકારોને ઇ.સી.ની મંજૂરી લેવાની જરૂર નહીં રહે અને તુંરત જ ઉત્પાદન ચાલુ કરી શકશે.