દિવાળી સમયે ચીનના ધુમાડા નીકળતા ગ્લોબલ ટાઇમ્સે દિવાળીને લઇ છાપ્યો આર્ટીકલ
ભારત-ચીન સરહદ વિવાદની અસર ચીનના સસ્તા સામાનના વેચાણ પર પડી રહી છે. ભારતમાં આ વખતે અનેક દુકાનદારો અને રિટેલર દિવાળીથી જાેડાયેલી ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનને પણ આ વાતના મરચાં લાગ્યા છે. ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીની સરકારનું ગણાતા ગ્લોબલ ટાઇમ્સે આને લઇને એક આર્ટિકલ છાપ્યો છે. આ આર્ટિકલનું શીર્ષક છે– શું ગાયના છાણથી બનેલા દીવડાઓથી ભારતમાં દિવાળી વધારે સારી દિવાળી ઉજવાશે? ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, ભારત-ચીનના સંબંધો આ વખતે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને આ વાતને સરળતાથી સમજી શકાય છે કે દર વખતની તુલનામાં આ વખતે ચીનના સામનનો મોટા પ્રમાણમાં બહિષ્કાર થઈ રહ્યો છે.
સમાચાર પત્રએ કર્યો છે કે આનાથી ચીનના વેપારીઓથી વધારે ભારતીયોને નુકસાન થશે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, આનાથી ગરીબ ભારતીયો માટે દિવાળી મનાવવી મુશ્કેલ થઈ જશે. સમાચાર પત્રએ કેટલાક રિપોટ્ર્સનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ દિવાળી સીઝનમાં જયપુરના વેપારીઓએ ચીની લાઇટ્સ અને અન્ય ચીજ-વસ્તુઓના વેચવાનો ર્નિણય કર્યો છે. સાથે જ ભારતીય ગ્રાહકો પણ ભારતમાં બનેલા સામાન પર વધારે પૈસા ખર્ચ કરવા માટે તૈયાર છે.
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું કે, કેટલાક ભારતીય સમાચાર પત્રોએ એ પણ દાવો કર્યો છે કે ચીની પ્રોડક્ટ્સનો બહિષ્કાર કરવાથી ચીનને લગભગ ૪૦૦ અબજ રૂપિયા સુધીનું નુકસાન થઈ શકે છે. આ સમજ દર્શાવે છે કે ચીની આયાતને લઇને ભારતીયોની સમજ કેટલી ઓછી છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ભારતમાં દિવાળી એક પ્રમુખ તહેવાર છે, પરંતુ ચીનની નાની વસ્તુઓની નિકાસમાં ભારતની ભાગેદારી ઘણી ઓછી છે. ચીનનો ઝેઝિયાંગ પ્રાંત દુનિયાનો સ્મોલ કૉમોડિટીનું સૌથી મોટું હબ છે અને ક્રિસમસની તુલનામાં દિવાળીમાં વેપારનું સ્તર કંઇ પણ નથી.