જીસીસીઆઈએ ગુજરાતની કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને હંમેશા પર્યાવરણને અનુકૂળ ઝડપી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા પ્રયાસ કર્યો છેઃ યોગેશ પરીખ
તારીખ 3 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેમિકલ તેમજ પેટ્રો–કેમિકલ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ માં જી.સી.સી.આઈ દ્વારા પ્રતિનિધિત્વ
ગુજરાતના કેમિકલ ઉદ્યોગ દ્વારા પર્યાવરણ સંબંધિત વિવિધ સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા અને આત્મનિર્ભર ભારત દ્વારા યુએસ 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના મિશનને હાંસલ કરવામાં કેમિકલ ઉદ્યોગ કેવી રીતે મહત્ત્વપૂર્ણ ટેકો પૂરો પાડી શકે તે અંગેના સૂચનો શેર કરવા માટે, GCCIના ઉપપ્રમુખ યોગેશ પરીખે તારીખ 3જી નવેમ્બર, 2022ના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય કેમિકલ અને પેટ્રો-કેમિકલ મંત્રાલય દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ મિટિંગમાં ભાગ લીધો હતો તેમજ ગુજરાતની કેમિકલ ઇન્ડસ્ટ્રીના ખાસ તો પર્યાવરણ અંગેના અનેકવિધ પ્રશ્નો રજુ કર્યા હતા.
મીટિંગની અધ્યક્ષતા અરૂણ બારોકા, સેક્રેટરી, કેમિકલ્સ અને પેટ્રો-કેમિકલ્સ દ્વારા કરવામાં આવી હતી અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ આ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી.
જીસીસીઆઈના ઉપપ્રમુખ યોગેશ પરીખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જીસીસીઆઈએ ગુજરાતના કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને હંમેશા ઝડપી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા પ્રયાસ કર્યો છે જે પર્યાવરણને અનુકૂળ પણ છે.
ઉપરોક્ત રાઉન્ડ ટેબલ સમક્ષ તેમના પ્રતિનિધિત્વમાં, યોગેશ પરીખે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઉદ્યોગનો વિકાસ તેમજ USD 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના મિશનને હાંસલ કરવા માટે સમયસર પર્યાવરણીય મંજૂરી અને આવી મંજૂરીમાં વિલંબ કરતા વિવિધ મુદ્દાઓને ઝડપથી ઉકેલવા પર ખૂબ આધાર રાખે છે.
કેમિકલ/ પેટ્રોકેમિકલ મંત્રાલયના અધિકારીઓએ વાઇસ પ્રેસિડેન્ટ યોગેશ પરીખ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓને ધીરજપૂર્વક સાંભળ્યા હતા અને તેની તાત્કાલિક અને હકારાત્મક સમીક્ષાની ખાતરી આપી હતી.
યોગેશ પરીખ દ્વારા ઉઠાવવામાં આવેલા વિવિધ મુદ્દાઓ આ અંગે હતા:
1) ઉદ્યોગ મુજબ દરેક ઉદ્યોગને અલગ રીતે લાગુ પડે તેવાં નિર્ધારિત ધોરણો રાખવા, 2) ઉત્પાદન-મિશ્રણમાં ફેરફાર માટે CTE-સુધારો, 3) E.C. સુધારો, 4) CETP/ઉદ્યોગમાં ટ્રીટ ન કરાયેલ
એફ્લુઅન્ટ અંગે, 5) જાહેર સુનાવણી CETP/TSDF વગેરે જેવી સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવી, 6) CEPI સ્કોર સંબંધિત, 7) SPCB, CETP અને R-17 કેટેગરીના ઉદ્યોગો તેમના આઉટલેટ પર CPCB/SPCB દ્વારા નિર્દેશિત OEMS ઇન્સ્ટોલ કરવા, 8) ડીપ સી ડિસ્ચાર્જ નોર્મ્સ, 9) પર્યાવરણ નુકસાન વળતર (E.D.C.), 10) SPCB/PCC દ્વારા એજ્યુકેશન ડેસ્ક અને એસોસિએશન/CETP દ્વારા મદદ ડેસ્ક, 11) પર્યાવરણીય ઓડિટ, 12) ઉદ્યોગમાં અકસ્માત IPC-કલમ વગેરે હેઠળ ટ્રાયલ થવો જોઈએ નહીં.
રાઉન્ડ ટેબલ દરમિયાન ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી અને માનનીય સચિવ અને અન્ય અધિકારીઓએ વિવિધ મુદ્દાઓને ધીરજપૂર્વક સાંભળ્યા હતા અને ઉપરોક્ત રજૂઆત દ્વારા GCCI દ્વારા કરવામાં આવેલી મજબૂત ભલામણો અને તેમની નોંધ દ્વારા તેમને હકારાત્મક અને ઝડપથી ધ્યાનમાં લેવાની ખાતરી આપી હતી.